મોહરમના તહેવાર નિમિત્તે સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વિડિયો વાઇરલ કરનાર ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. - At This Time

મોહરમના તહેવાર નિમિત્તે સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વિડિયો વાઇરલ કરનાર ચાર ઈસમોને ઝડપી પાડયા હતા.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ટાંકી ચોક વિસ્તારમાં મોહરમના તહેવારમાં અમુક ઈસમો દ્વારા જાહેરમાં, પંદરા મિનિટ કે લિયે પોલીસ હટા દો ફિર દેખો, એવો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી ઈન્સ્ટાગ્રામ નામની એપ્લિકેશનમાં વિડીયો અપલોડ કરી જુદા જુદા ધર્મ તથા જાતિના લોકો વચ્ચે દુશ્મનાવટ થાય તેવા પ્રયત્નો કરી સમાજમાં જ્ઞાતિવાદ ફેલાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તેવો કૃત્ય કરી સોશિયલ મીડિયામાં સમાજ વિરુદ્ધ થી વીડિયો વાયરલ કરી સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા એચ પી દોશી નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી વી ત્રિવેદી તથા સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એસ એમ જાડેજા સાહેબના માર્ગદર્શન હેતલ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી બી રમલાવત તથા જોરાવરનગર પીએસઆઇ આર જે જાડેજા ટેકનિકલ સેલના પીએસઆઇ એ એસ નાયર તથા એલસીબીના એએસઆઈ જુવાનસિંહ સોલંકી ડીવાયએસપી કચેરીના પો.હે.કો બળવંતસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ ગોહિલ તથા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ શક્તિસિંહ સોલંકી, પો.હે.કો ધનરાજસિંહ વાઘેલા, અમિતભાઈ મહેતા, કિશનભાઇ ભરવાડ, રાજુભાઈ કાનાણી, તથા જોરાવરનગર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી તેમજ હ્મુમન સોર્સની મદદ મેળવી વીડિયોમાં દેખાઈ રહેલ ઈસમની ઓળખ કરી વિડીયો બનાવનાર તથા સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઈસમોની માહિતી મેળવી ગુનામાં સંકળાયેલ આરોપી, આરીફભાઈ જુશબભાઈ મોવર રતનપર ખોજાના કબ્રસ્તાન સામે તા વઢવાણ,રેહાન રહેમતુલ્લા મોગલ રતનપર મિલની ચાલી પાસે શેરી નંબર 8 તા વઢવાણ, માહિરભાઈ અલુભાઈ સમા સદીયાણાના નાકે બજાણા, અકબરભાઈ અલુભાઈ મોવર રતનપર મિલની ચાલી શેરી નંબર 1 ખોજાના કબ્રસ્તાન પાસે તા વઢવાણ સુરેન્દ્રનગર વાળાઓને તેઓના રહેણાંક મકાનેથી રાઉન્ડઅપ કરી, 15 મિનિટ પોલીસ કો હટા દો, વિડીયો વાયરલ કરનારને સુરેન્દ્રનગર પોલીસે 15 મિનિટમાં જ રાઉન્ડઅપ કરી લીધેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.