કાશીમાં સેન્ટર ફોર સનાતન રિસર્ચ બેઠકમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો. - At This Time

કાશીમાં સેન્ટર ફોર સનાતન રિસર્ચ બેઠકમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો.


કાશીમાં સેન્ટર ફોર સનાતન રિસર્ચ બેઠકમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો.

(બેઠકમાં કોષાધ્યક્ષ તરીકે ગુજરાતના ઇલેવાન ઠાકરની પસંદગી)

કાશીમાં સેન્ટર ફોર સનાતન રિસર્ચની બે દિવસીય બેઠકમાં રિસર્ચના કોષાધ્યક્ષ તરીકે ગુજરાતના ઈલેવાન ઠાકરની પસંદગી. આ બેઠકમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો. રિસર્ચની કાર્યકારી સમિતિની જાહેરાત સેન્ટરના મુખ્ય ટ્રસ્ટી રમણ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી. જેમાં સ્વનાથ પરિષદના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સચિવ પ્રકાશ હરતાલકરને સંરક્ષક, રાજસ્થાનના લક્ષ્મીનારાયણ શર્માને મહામંત્રી, ગુજરાતના ઇલેવાન ઠાકરને કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સાથે સાથે ગ્વાલિયરના આર.સી. ગુપ્તા અને પશ્ચિમ બંગાળના પંડિત રમાકાંત પાંડેને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ સાથે ઉજ્જૈનના કૈલાશ નારાયણ વ્યાસ અને કાંશી પ્રાંતના શ્રીમતી ગુંજન નંદાને સેન્ટરના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ કાર્યકારી સમિતિમાં વધુ ત્રણ લોકોને સમિતિના સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા. જેમાં મિઝોરમના વરિષ્ઠ એસ.પી. સિંહ, નવી દિલ્હીના કૌશલ અગ્રવાલ અને ગુજરાતના કપિલ ઠાકરને લેવામાં આવ્યા.
સેન્ટરની કાર્યકારી સમિતિની જાહેરાત પછી, પ્રથમ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના માટે ટૂંક સમયમાં દેશની તમામ રાજ્ય સરકારોને દરખાસ્ત મોકલવામાં આવશે.આ બેઠકમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં સનાતન વિષય પર સંશોધન કરવા માટે વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવાનો નિર્ણય લેવાયો, સાથે દેશના જી.ડી.પી.માં સનાતન સંસ્કૃતિના મઠો, મંદિરો, તહેવારો, ઉત્સવો અને ધાર્મિક મેળાઓની હિસ્સેદારી અને યોગદાનની માહિતી એકત્ર કરવા અને સચોટ અહેવાલ તૈયાર કરીને, દેશ સમક્ષ રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વિશેષ વિવિધ યુનિવર્સિટીઓના સંસ્કૃત વિભાગોના વિદ્વાન શિક્ષકોની મદદથી કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને સનાતન વૈદિક સંસ્કૃતિના વિષય પર સંશોધન કરવાનું શીખવવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે આ વિષય ફરજિયાત તેના માટેના પ્રયાસો કરવામાં આવે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.