નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોને GST વિભાગે ઝડપી - At This Time

નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોને GST વિભાગે ઝડપી


નેત્રંગ-રાજપારડી રોડ ઉપરથી ગઇકાલે સાંજના સમયે પસાર થઈ રહેલી ચંદીગઢ પારસીંગની બે ટ્રકોને જીએસટી વિભાગના અધિકારીઓએ નેત્રંગ થી ત્રણ કિ.મી. દુર આવેલ એક ગામ પાસે અટકાવી દીધી હોવાની વાત નેત્રંગ નગર સહિત પંથકમા વાયુવેગે ફેલાતાની સાથે જ નેત્રંગ નગરના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

તા.૧૬મી ના રોજ રાજપારડી તરફથી ચંદીગઢ પારસીંગની બે ટ્રકો (૧)CG-04-HV-7144 (૨).CG-04-PM-6144 ઉપરોક્ત નંબર ની બંન્ને ટ્રકો કોઈ ક સામાન ભરીને નેત્રંગ તરફ આવી રહી હતી. ત્યારે ભોટનગર ગામના નવીવસાહત ફળીયા પાસેથી સાંજના પાંચ થી છ ના સમય ગાળામાં આ બે ટ્રકો પસાર થઇ રહી હતી, તેવા સમયે ફોરવ્હીલ ગાડી નંબર GJ-01-RP-9595 ની ગાડીમાં ચાર જેટલા ઇસમો આવેલ અને તેમાંથી બે લોકો પ્લાસ્ટીક ના દંડા સાથે નીચે ઉતરી ટ્રકોને આગળ જતા અટકાવી દીધી હતી. અને ડાઇવર-કંડક્ટર ને નીચે ઉતારી પુછપરછ શરૂ કરી હતી, આ સમયે હાજર લોકોને મનમાં એમ વિચારેલ કે સાઇડ આપવા બાબતે બબાલ થઈ હશે તે માટે ઝઘડો ચાલી રહયો હોવાનુ માલુમ પડતા લડાય ઝઘડો ઉગ્ર થાય તે પહેલા જ નેત્રંગ પોલીસ સ્ટેશન ના જમાદાર ને ટેલિફોન પર મેસેજ આપતા ધટના સ્થળે સ્ટાફ ના માણસોને તાત્કાલિક મોકલી તપાસ કરાતા ખબર પડી હતી, કે જીએસટી વિભાગે બાતમી આધારે ટ્રકોને અટકાવી તપાસ હાથ ધરી હતી. રાત્રિના આઠ વાગ્યા સુધી ભકત હાઇસ્કૂલ પાસે બંન્ને ટ્રકો તેમજ તપાસ માટે આવેલ અધિકારીઓની ફોરવ્હીલ ગાડી ઉભી રહી હતી. જાણવા મળેલ કે વધુ તપાસ માટે જીએસટી વિભાગ ની અંકલેશ્વર ખાતે આવેલ કચેરી ખાતે લઇ જવાનુ જાણવા મળેલ ત્યાર પછી કેટલી તપાસ થઈ કેટલાની કર ચોરી પકડાયેલ કે પછી પતાવટ થઈ તે હકીકત જાણવા મળેલ નથી. પરંતુ એક વાત ચોક્કસ બની કે જીએસટી વિભાગે નેત્રંગ નજીક થી બહાર ની ટ્રકો ને અટકાવતા જ નેત્રંગ નગર ના વેપારીઓમા ફફડાટ ફેલાઇ જવાનુ કારણ શું ???.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image