હળવદ ના સેવાભાવી નવયુવાન તપનભાઇ દવે ની મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે પુનઃ નિયુક્તિ - At This Time

હળવદ ના સેવાભાવી નવયુવાન તપનભાઇ દવે ની મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે પુનઃ નિયુક્તિ


હળવદ ના સામાજિક કાર્યકર અને પ્રખર રાષ્ટ્રભક્ત - જીવદયા પ્રેમી તપનભાઈ દવે ની મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે પુનઃ નિયુક્તિ થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે તપનભાઈ નાનપણ થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે અને ગુજરાત ભર માંથી સૌથી નાની ઉંમર એટલે કે ૨૧ વર્ષ ની ઉમરે હળવદ નગરપાલિકા ના સદસ્ય બન્યા હતા અને બાંધકામ સમિતિ - સેનીટેશન સમિતિ સહિત ની સમિતિમાં ચેરમેન તરીકે પ્રમાણિકતા સેવા આપી ચૂક્યા છે સંગઠન માં શહેર થી લઈને પ્રદેશ સુધી વિવિધ જવાબદારી નું વહન કરી હાલ માં મોરબી જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી તરીકે ફરજ નિભાવતા હોઈ ત્યારે તેમની સારી કામગીરી નોંધ લઈને મોરબી જિલ્લા ભાજપ દ્વારા ફરી વખત મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તપનભાઈ અનેક બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પ અને નેત્ર યજ્ઞ કેમ્પ ના આયોજન માં નિમિત્ત બનતા આવ્યા છે અને પોતે ૩૬ વખત રક્તદાન કરી ચૂક્યા છે નાનપણ થી અંધ અપંગ અને અશક્ત બીમાર ગૌમાતા ગૌવંશ ની સેવા માં નિમિત્ત બની રહ્યા છે અને અતિવૃષ્ટિ કે આપાતકાલીન પરિસ્થિતિ માં રાહત કાર્ય માં સતત જોડાયેલ હોય છે ત્યારે તપનભાઈ દવે ને ચો તરફથી તેમના મિત્રો વડીલો અને શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9727366100 પર અને સોશિયલ મીડિયા ના વિવિધ પ્લેટફોર્મ પર અને રૂબરૂ મળી શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.