ધંધુકાના ઝોકફળીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન.
ધંધુકાના ઝોકફળીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના ઝોક ફળીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન થયા છે.
ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા પાણીજન્ય રોગચાળો નીકળ્યો છે.
હાલ આજુબાજુમાં ચારથી વધારે લોકો ઝાડા ઉલટી વામીટના રોગથી પીડાઈ રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યા થતી હોવાથી સ્થાનિકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી ઘર વપરાશનું ધોવાયેલ પાણી રોડ પરથી પીવાના પાણીની લાઈનમાં જતું હોવાથી આ રોગો થવાની સંભાવના છે જેથી વહેલી તકે આ લાઈનને સરખી કરવામાં આવે અથવા તો નવી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવે.
સ્થાનિકો દ્વારા મોંખિક કે તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
