મોટા ખુંટવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નવું મંજુર થવાથી હાલ CHC હોસ્પિટલ નવી ગ્રામ પંચાયત ઓફિસે ટ્રાન્સફર કરવામાં આવેલ છે - At This Time

મોટા ખુંટવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નવું મંજુર થવાથી હાલ CHC હોસ્પિટલ નવી ગ્રામ પંચાયત ઓફિસે ટ્રાન્સફર કરવામાં આવેલ છે


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને નવી બનાવવા માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હોય જેને લઇને હાલ મોટા ખુંટવડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને મોટા ખુંટવડા બસ સ્ટેન્ડ નજીક નવી ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ને ટ્રાન્સફર કરવામાં આવેલ છે એટલે મોટા ખુંટવડા ગામના ગ્રામજનો અને મોટા ખુંટવડા ગામની આસપાસ આવેલા ગામોમાંથી આરોગ્ય સારવાર અર્થે આવતા તમામ દર્દીઓને જુની હોસ્પિટલની સામેના ભાગે નવી ગ્રામ પંચાયત ઓફિસે સારવાર લેવા ડો.એમ.આર.કલસરીયા ,ડો.આકાશ.કાતરીયા,ડો.ક્રિષ્ના.કંસારા દ્વારા જણાવવામાં આવેલ છે

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.