તરશિંગડા ગામે માળીયા હાટીના તાલુકા કક્ષા પશુપાલન શિબિર યોજાણી - At This Time

તરશિંગડા ગામે માળીયા હાટીના તાલુકા કક્ષા પશુપાલન શિબિર યોજાણી


માળીયા હાટીના તાલુકાના તરશિંગડા મુકામે જીલ્લા પંચાયત જુનાગઢનાં પ્રમુખ હરેશભાઈ ઠુંમ્મરના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષા પશુપાલન શિબિરનું આયોજન કરવા આવ્યું. જેમાં ૩૦૦ પશુપાલક ભાઈઓ બહેનો આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પશુપાલન સમિતિના ચેરમેન ઠાકરશીભાઈ જાવીયા, તેમજ જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો , સરપંચો સહિતના મહાનુભવો ઉપસ્થીત રહ્યા હતા

આ શિબિરમાં પશુપાલન નિયામક ડો. વિરલ આહીર, મદદનીશ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા, મદદનીશ પશુપાલન. નિયામક ડો. ગજેરા, નિવૃત મદદનીશ પશુપાલન નિયામક ડો. કારેથા, ડો. સોલંકી, ડો. કથીરીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં પશુપાલન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા દુધાળા પશુની પસંદગી, પશુ માવજત, પશુ આહાર, પશુ આરોગ્ય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવા વિષયો પર માહિતી આપવામાં આવી. તેમજ જીલ્લા પંચાયત જુનાગઢનાં પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમ્મર તેમજ ભગવાનજીભાઈ કરગઠિયા અને ઠાકરશીભાઈ જાવીયા દ્વારા ખેડૂતો અને પશુપાલકોને આધુનિક ઢબે પશુપાલન કરવા તથા પશુપાલન થકી આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે તથા ગૌ પાલન કરવા માર્ગદર્શન આપ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.