અરવલ્લી માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ. - At This Time

અરવલ્લી માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ.


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા યોગ શિબિર તારીખ 28/ 03/ 2025 શુક્રવાર ના રોજ શ્રી એચ. એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવલ્લી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ ઝોન કો ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન તેમજ અતિથિ વિશેષ નગર પાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, શહેર સંગઠન ના પ્રમુખ શ્રી વિપુલભાઇ કડિયા ,ઝોન કોર્ડીનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી, ઉમા કેળવણી મંડળના પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિત શ્રી રાજુભાઇ પટેલ , ઉપ પ્રમુખ શ્રી ડૉ. હરિભાઈ પટેલ, મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી,સુપરવાઈઝર શ્રીમતી કંચનબેન પટેલ, ખડાયતા સમાજના આગેવાન વી .સી શાહ, રામાણી બ્લડ બેન્ક ના નવીનભાઈ પટેલ,પતંજલિ માંથી રોહિતભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, આયુષ શાખા માંથી ડૉ. ડિમ્પલબેન ખરાડી , ડો.તેજસ ભાઇ ખરાડી જિલ્લા સોસીયલ મીડિયા કોડીનેટર રાજેશભાઈ પટેલ, યોગ કોચ લેઉઆ શકુંતલાબેન, જીતભાઈ પટેલ ,પ્રિયંકાબેન પટેલ, હિતેન્દ્ર ભાઈ પંચાલ બદાજી નિનામાં , પરાગ શર્મા, મીનાક્ષી બેન, અરવલ્લી જીલ્લાના સૌ ટ્રેનર હાજરી આપી હતી. અરવલ્લી જિલ્લાના 300 થી વધુ યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બોર્ડ ના યોગ સેવક ચેરમેન શીશ પાલ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતી માં તમામનું હાર્દિક સ્વાગત તથા યોગમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.તથા પ્રાકૃતિક આહાર અને નેચરોપેથી, યોગ, પ્રાણાયામ વિશે પણ દરેકને જાગૃત કરવામાં આવ્યા હતા. યોગ કોચ ,યોગ ટ્રેનર, યોગ સાધક હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image