સુત્રાપાડા ના લોઢવા ખાતે. સુરેશભાઈ ગોધાણી ના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખ ની વરણી કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિ સહ રચના ગીર સોમનાથ જિલ્લાની 91 તાલાળા વિધાનસભા ના સુત્રાપાડા તાલુકા ના લોઢવા ગામે શક્તિકેન્દ્ર લોઢવા તેમજ ભૂતેશ્વર શક્તિકેન્દ્ર મા બૂથ નંબર ૨૧૭,૨૧૮,૨૧૯,૨૨૦,૨૨૧,૨૨૨,૨૨૩ મા જિલ્લા ચૂટણી અધિકારી સુરેશભાઈ ગોધાણી ના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, સહ ચૂટણી અધિકારી વજુભાઈ વાઝા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા મંત્રી રામભાઈ વાઢેર, સૂત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ વાઢેર, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી ટ્પુભાઇ વાઝા, તાલુકા પંચાયત ના સદસ્ય રામભાઈ વાઢેર, જિલ્લા પંચાયત સદસ્ય જાદવભાઈ ભોળા, તેમજ બૂથ પ્રમુખશ્રીઓ તેમજ બૂથ પ્રમુખ , સંયોજકો ની હાજરીમા બૂથ પ્રમુખોની ની વરણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
