ધંધુકામાં નેશનલ હેરાલ્ડ કેસનો વિરોધ : કોંગ્રેસ કાર્યકરોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ - At This Time

ધંધુકામાં નેશનલ હેરાલ્ડ કેસનો વિરોધ : કોંગ્રેસ કાર્યકરોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ


ધંધુકામાં નેશનલ હેરાલ્ડ કેસનો વિરોધ : કોંગ્રેસ કાર્યકરોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ન્યુ દિલ્હી ખાતે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ શ્રેણીમાં ધંધુકામાં પણ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો. શહેરના મુખ્ય ચાર રસ્તા પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ અને નગરપાલિકાના કોર્પોરેટર મહંમદ રજા બુખારીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. વિરોધ દર્શાવતા કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિજિલન્સ માટે મોખરે રહેલી પોલીસએ ઘટનાસ્થળે પહોંચી 15 આગેવાન કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. સમગ્ર પ્રદર્શન દરમિયાન ધંધુકા શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

વિરોધક કાર્યક્રમ દરમ્યાન કોઈ ગંભીર અનહોનાની ઘટના નોંધાઈ નથી, પરંતુ કોંગ્રેસ કાર્યકરોના આક્રમક વલણને લઇને પોલીસ તંત્રએ કડક પગલાં ભરવાની તૈયારી બતાવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image