ગરબાડા તાલુકાના સાહડા તેમજ ઝરી બુઝર્ગ ગામે ભારે વરસાદના પગલે કાચા મકાનો ધરાશાયી થતાં પરિવાર બે ઘર થયો. - At This Time

ગરબાડા તાલુકાના સાહડા તેમજ ઝરી બુઝર્ગ ગામે ભારે વરસાદના પગલે કાચા મકાનો ધરાશાયી થતાં પરિવાર બે ઘર થયો.


હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી ગરબાડા તાલુકા સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ગરબાડા તાલુકાના સાહડા ગામે નળવાયા ફળિયામાં રહેતા પરમાર ભરતસિંહ ભુરાભાઈ નું કાચું મકાન ભારે વરસાદના પગલે મકાન ધારાશાયી થઈ જવા પામ્યું હતું જેના પગલે ઘર ની અંદર બાંધી રાખેલ ભેંસને પણ ઇજાઓ પહોંચી હતી તેમજ પરિવાર ના સભ્યો દ્વારા સમય સૂચકતા સાથે ઘરથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી તેમજ ઝરી બુઝર્ગ ગામે ગરગાડી ફળિયામાં ગણાવા મનુભાઈ વર્શિંગભાઈ નું કાચું મકાન ભારે વરસાદના પગલે જમીન દોસ્ત થઈ ગયું હતું જેના પગલે પરિવાર બે ઘર બન્યો હતો. ભર ચોમાસે પરિવાર બે ઘર થતાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.