વડોદરા: યુવક દૂધ લેવા નીકળતા ઘરમાં ઘૂસેલો અજાણ્યો તસ્કર મોબાઈલ અને લેપટોપ ચોરી ફરાર - At This Time

વડોદરા: યુવક દૂધ લેવા નીકળતા ઘરમાં ઘૂસેલો અજાણ્યો તસ્કર મોબાઈલ અને લેપટોપ ચોરી ફરાર


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં યુવક દૂધ લેવા નીકળતા ઘરમાં ઘૂસેલો અજાણ્યો તસ્કર રૂપિયા 53 હજાર ઉપરાંતની કિંમતનો મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી નાસી છૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.મૂળ વલસાડનો રહેવાસી અને હાલમાં નિઝામપુરા વિસ્તારના અવનીશ એપાર્ટમેન્ટમાં રહેતા રહેતો જયપ્રકાશ યાદવ સાવલી જીઆઇડીસી ખાતે ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપની તરફથી કામ અર્થે તેમને લેપટોપ આપવામાં આવ્યું હતું. 16 મી ઓગસ્ટના રોજ તેઓ ઘરેથી દૂધ લેવા માટે વહેલી સવારે નીકળ્યા હતા. જ્યારે તેમનો ભાઈ ઘરમાં સૂઈ રહ્યો હતો. પરત આવતા તેમના ભાઈનો મોબાઇલ ફોન અને પોતાનું લેપટોપ મળી આવ્યું ન હતું. અજાણ્યો તસ્કર રૂમમાંથી રૂપિયા 37,377 ની કિંમતનું લેપટોપ તથા 15,999 ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી નાસિ છૂટ્યો હોવાનું બહાર આવતા તેમણે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.