માતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રીએ ફીનાઈલ પીધું - At This Time

માતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રીએ ફીનાઈલ પીધું


મોરબી રોડ પર જમુનાપાર્ક-3માં રહેતા લીલુબેનના ઘરે રાણાવાવ સાસરે જયોતીબેન રામભાઈ ઓડેદરા (ઉ.વ.24) રોકાવા માટે આવી હતી. દરમીયાન ગત રોજ જયોતીને તેની માતાએ કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવતાં ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં જયોતીબેન ખેતીકામ કરે છે. અને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.