ફરિયાદ: કપાસ કાપવાનું મશીન લાવવા માગતા યુવક પર હુમલો
ફરિયાદ: કપાસ કાપવાનું મશીન લાવવા માગતા યુવક પર હુમલો
મહુવા તાલુાના ઓથા ગામમાં રહેતા એક માથાભારે શખ્સે તેની પાસે કપાસ કાપવાનું મશીન હોય અને ગામમાં રહેતો અન્ય એક યુવક કપાસ કાપવાનું મશીન લાવવા માગતો હોય તેની અદાવત રાખી લાકડીથી હુમલો કરતાં યુવકને હાથના ભાગે ફેક્ચર થઇ ગયું હતું. બગદાણા પોલસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાળુભાઇ વાલજીભાઇ લાડુમોરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હીરાભાઇ ગુણાભાઇ ભરવાડનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી પાસે કપાસ કાપવાનું મકાન છે અને ફરિયાદ પણ કપાસ કાપવાનું મશીન લેવા માગે છે. ગઇકાલે બપોરના સમયે ફરિયાદી તેના મિત્ર ટીણાભાઇને વાડીએ ગયા તે સમયે આરોપી હીરાભાઇ ભરવાડ દરવાજા પાસે ઉભેલો હતો અને તેણે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો.
આરોપીએ જણાવ્યું હતું કે, મારી પાસે કપાસ કાપવાનું મશીન છે તો તુ કેમ મશીન લાવવાની વાતો કરે ? અને ત્યાર બાદ તેણે ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા આરોપી લાકડીથી હુમલો કરી ફરિયાદીને હાથના ભાગે ફેક્ચર કરી નાંખ્યું હતું. આ બનાવના કારણે ફરિયાદીના ભાઇ ભાભી અને પત્નિ સ્થળ પર આવતા આરોપીએ જો તમે વચ્ચે આવશો તો તમને પણ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને ત્યર બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. બગદાણા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.