અમદાવાદ: સારંગપુર પાણીની ટાંકી ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક ચઢ્યો - At This Time

અમદાવાદ: સારંગપુર પાણીની ટાંકી ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક ચઢ્યો


- આખરે 20 મિનિટની જહેમત બાદ યુવકને નીચે ઉતારવામાં સફળતા મળી હતીઅમદાવાદ, તા. 05 જુલાઈ 2022, મંગળવારઅમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઉપર આજે એક યુવક ચડી ગયો હતો. આ યુવક દારૂ પીધેલી હાલતમાં હોવાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ યુવકને સારંગપુર ટાંકી ઉપર ચડીને ઉતરચઢ કરતો જોઈને લોકો બુમાબુમ કરીને સમજાવવામાં આવી રહ્યો હતો. યુવક ટસનો મસ ન થતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડની મદદ માંગી હતી. અમદાવાદ: સારંગપુર પાણીની ટાંકી ઉપર દારૂ પીધેલી હાલતમાં યુવક ચઢ્યો#SarangpurTank #Ahmedabad #FireBrigade #AhmedabadPolice #DrunkYoungManClimbed pic.twitter.com/K6tA33BU8s— Gujarat Samachar (@gujratsamachar) July 5, 2022 પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકને સમજાવીને નીચે ઉતારવા માટેની કામગીરી હાથધરી હતી. યુવક દારૂ પીધેલી હાલતમાં હોવાથી ફાયરબ્રિગેડે હાઈડ્રોલિક પ્લેટફોર્મ મંગાવીને નીચે ઉતાર્યો હતો. આખરે 20 મિનિટની જહેમત બાદ યુવકને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. યુવક દારૂ પીધેલી હાલમાં હોવાથી નીચે આવતાં જ તાત્કાલિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.