બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાવુક થયા. - At This Time

બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાવુક થયા.


લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ઉમેદારીપત્રકો ભરવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજરોજ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના તેમના સમર્થકો સાથે રહીને ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હારજ રહ્યા હતા.ગેનીબેન ઠાકોરે તેમના સમર્થકોને સંબોધતા ભાવુક શબ્દો ઉચ્ચારતા કહ્યું કે હું ચૂંટણી લડવા માગતી ન હતી પણ તમારા સમર્થનના લીધે હું ચૂંટણી લડી રહી છું.અને ગરીબોને જો તંત્ર હેરાન કરશે તો હું ઝાંસીની રાણી ની વાટે ચાલીશ.અને લોકશાહી પૈસાથી નથી ખરીદાતી એ પણ જણાવ્યું હતું. તેમણે ભગવદ્ ગીતા અને સંવિધાનની ખાતરી આપતા કહ્યુ હતુ કે તમારી બેનનું મામેરું ભરવા એક દિવસ તકલીફ લેશો તો હું તમારી પાધડી ને આંચ નહીં આવવા દઉં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.