સાયબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓને ફ્રોડની રકમ અંકે રૂા.૫૫,૦૦૦/- પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ::* - At This Time

સાયબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓને ફ્રોડની રકમ અંકે રૂા.૫૫,૦૦૦/- પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ::*


*::સાયબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓને ફ્રોડની રકમ અંકે રૂા.૫૫,૦૦૦/- પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ::*
💫હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને *જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓ તરફથી જીલ્લામાં બનતા આવા સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતિ લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ
💫જે અનુસંધાને *અરજદારશ્રી(૧) બંસીબેન ડો/ઓ અશોકભાઇ ગોંડલીયા રહે.વેરાવળ, ભાલકા* વાળા તરફથી એક સાયબર ક્રાઇમની અરજી તપાસ અર્થે મળતા જે અન્વયે અરજદાર પાસેથી બનાવની હકીકત જાણતા હકીકત એવી છે કે *આ કામના અરજદારએ BAJAJ FINSERV નામની એપમાંથી સ્માર્ટ ઘડિયાળ મગાવેલ હોય જે ઘડિયાળ એક અઠવાડીયા ઉપરાંતનો સમય થઇ જવા છતા ઘડિયાળ અરજદારને મળેલ ન હોય જેથી અરજદારએ BAJAJ FINSERV ના કસ્ટમર કેર નંબર GOOGLE માંથી ઓનલાઇન સર્ચ કરી તેમાં ફોન કરતા સામેથી તેમને ANYDESK નામનું સ્ક્રીનશેર કરતી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી અરજદારના ખાતામાંથી આશરે રૂા.૮૭,૦૦૦/-* જેટલા રૂપિયા પડાવી લેવા બાબતેની અરજી મળેલ હતી
💫તેમજ *અરજદારશ્રી(૨) કરશનભાઇ સોલંકી રહે.નાખડા ગામ તા.વેરાવળ* વાળાએ *દિલ્હી થી અમદાવાદ જવા માટે બસનું ઓનલાઇન બુકીંગ કરાવેલ જેની ટીકીટના રૂા.૫૯૭૮/-નું ઓનલાઇન પેમેન્ટ કરેલ હોય જે બુકીંગ કરાવેલ ટીકીટ એજન્સી દ્રારા કોઇ પણ જાતના રિફન્ડ વગર કેન્સલ કરી નાખેલ* હોય જેથી તેઓએ રિફન્ડ મેળવવા અરજી કરેલ હતી
💫જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરતા ટીમના સ્ટાફને જરૂરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ *લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી/કરાવી તેમજ અરજદાર જે બેન્કમાં ખાતુ ધરાવે છે તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા* જેના ફળ સ્વરૂપે આ કામના *અરજદાર નં.(૧)નાઓને રૂા.૪૯,૦૦૦/- પરત અપાવેલ છે તેમજ રૂા.૧૪,૪૦૦/- જેટલી રકમ હોલ્ડ કરાવી પરત અપાવવા તજવીજ કરેલ છે. તેમજ અરજદારશ્રી (૨)નાઓને તેઓની ફ્રોડ થયેલ પુરે પુરી રકમ રૂા.૫૯૭૮/- રિફન્ડ અપાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.*

💫 *કામગીરી કરનાર ટીમ-* પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી તથા એ.એસ.આઇ. ગીરીશભાઇ વાઢેર તથા પો. કોન્સ. પ્રવિણભાઇ બાંભણીયા નાઓએ આ કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.