ચોટીલા ના દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા પ્રાંત કચેરી માં આવેદન સુપ્રત કરવામાં આવ્યું. - At This Time

ચોટીલા ના દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા પ્રાંત કચેરી માં આવેદન સુપ્રત કરવામાં આવ્યું.


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાતે દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા પ્રાંત કચેરી માં આવેદન પાઠવવામાં આવ્યું.

આઠ વર્ષ ની સાધુની દીકરી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી ને ફાંસી આપવાની માંગણી

ચોટીલા ,

તાજેતર માં કોડીનાર તાલુકા ના જત્રાખડી ગામમાં આઠ વર્ષ ની માસુમ બાળા સાથે દુષ્કર્મ કરી હત્યા નીપજાવનાર આરોપી ને ફાંસી આપવાની માંગણી કરતું આવેદન ચોટીલા ના દશનામ ગોસ્વામી સાધુ સમાજ,ત્રિપાંખ સાધુ સમાજ,બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત કચેરી માં સુપ્રત કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલાં કોડીનાર તાલુકા ના જત્રાખડી ગામ માં પ્રથા કૌષિકગિરિ મેઘનાથી નામ ની આઠ વર્ષ ની માસુમ બાળા ની સાથે દુષ્કર્મ આચરી બાદ માં તેની હત્યા નીપજાવનાર આરોપી શામજી ભીમા સોલંકી સામે સમગ્ર ગુજરાત માં ભારે આક્રોશ ની લાગણી ઉત્પન્ન થઇ છે.

અને આ હેવાન આરોપી ને ફાંસી આપવાની માંગણી સાથે રાજય ના વિવિધ ગામો માં આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે અને ફક્ત દશનામ ગોસ્વામી સંપ્રદાય જ નહીં પરંતુ સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ અને બ્રહ્મ સમાજમાં અત્યારે ઘેરા રોષ ની લાગણી જોવાં મળી રહી છે. ત્યારે ચોટીલા ના દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા પણ પ્રાંત કચેરી માં ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત અમૃતગિરિબાપુ, દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના પ્રમુખ બીપીનગિરિ ભભૂતગિરિ ગોસાઇ તથા મનસુખગિરિ ગોસાઈ, જશવંતગિરિ ગોસાઈ તથા ઘનશ્યામગિરિ કોંઢવાળા વૈષ્ણવમાર્ગી સાધુ સમાજના શાંતુબાપુ દાણીધારીયા, ધર્મેશભાઈ ગોંડલીયા, તથા રામાનંદી સાધુ સમાજના રાધેશ્યામબાપુ નિમાવત તથા બ્રહ્મ સમાજના હેમસુખભાઈ દેરાસરી, દેવાંગભાઈ દવે, નિરજભાઈ રાવલ તથા અન્ય સમાજના આગેવાનો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન માં આરોપી શામજી ભીમા સોલંકી ને ફાંસી આપવાની માંગ સાથે ભોગ બનનાર બાળા ના વાલીઓ ને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી ની માંગણી કરવામાં આવી છે...
રિપોર્ટર,, જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.