અફઘાનિસ્તાન: કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતા 20ના મોત, 40થી વધુ ઘાયલ - At This Time

અફઘાનિસ્તાન: કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતા 20ના મોત, 40થી વધુ ઘાયલ


- કાબુલમાં બે અઠવાડિયા પહેલા થયેલા બે ઘાતક વિસ્ફોટોમાં 10 લોકો માર્યા ગયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતાઈસ્લામાબાદ, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારઅફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે એક મસ્જિદમાં બુધવારે સાંજેની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય મૌલવી સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એક પ્રત્યક્ષદર્શીએ આ અંગે માહિતી આપી હતી. જોકે હાલનાં આ હુમાલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી.વિસ્ફોટ કથિત રીતે ખેર ખાના વિસ્તારની સિદ્દિકિયા મસ્જિદમાં થયો હોવાનું કહેવામાં આવે છે. અફઘાન સુરક્ષા સૂત્રએ બુધવારે અલ જઝીરાને જણાવ્યું હતું કે, સાંજની નમાજ દરમિયાન કાબુલની ઉત્તરે એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને અન્ય 40 લોકો ઘાયલ થયા છે. તાલિબાને દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાન પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે પરંતુ ઈસ્લામિક સ્ટેટ દેશભરમાં નાગરીકો અને પોલીસ પર હુમલાઓ કરી રહ્યું છે. નામ ન આપવાની શરતે, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા મૌલવી મુલ્લા અમીર મોહમ્મદ કાબુલી હતા. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. કાબુલમાં ઈટાલિયન ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી 5 બાળકો સહિત ઓછામાં ઓછા 27 ઘાયલ નાગરિકોને લાવવામાં આવ્યા છે. તે જ સમયે, કાબુલમાં બે અઠવાડિયા પહેલા થયેલા બે ઘાતક વિસ્ફોટોમાં 10 લોકો માર્યા ગયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી લીધી હતી.કાબુલ પોલીસ પ્રમુખ માટે તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા ખાલિદ ઝાદરાને ઉત્તરી કાબુલમાં એક મસ્જિદની અંદર વિસ્ફોટની પુષ્ટિ કરી હતી પરંતુ જાનહાનિ અંગે કોઈ જાણકારી આપી નહોતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પણ વિસ્ફોટની નિંદા કરી અને વચન આપ્યું હતું કે, આવા અપરાધોના ગુનેગારોને ટૂંક સમયમાં જ સજા કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.