આજથી એક મહિના માટે અડાજણ અઠવાલાઈન્સને જોડતા કેબલ બ્રિજનો છેડો બંધ કરાયો - At This Time

આજથી એક મહિના માટે અડાજણ અઠવાલાઈન્સને જોડતા કેબલ બ્રિજનો છેડો બંધ કરાયો


- કેબલ સ્ટે બ્રિજની વિશિષ્ટ  કાળજીના ભાગ રૂપે આ સ્ટ્રક્ચરલ હેલ્થ મોનીટરીંગ સિસ્ટમ લગાડવાનું શરુ  કરાયું - અઠવાલાઈન્સ તરફ જતા વાહન ચાલકોએ સરદાર બ્રિજ અને પાલ ઉમરા બ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું સુરત,તા.28 જુલાઈ 2022,ગુરૂવારસુરતની ઓળખ અને ખાસ પ્રકારનું સ્ટ્રકચર ધરાવતા કેબલ બ્રિજ ની ખાસ કાળજી લેવા માટે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનીટરીંગ સિસ્ટમ લગાડવાનું શરૂ કરાયું છે. આ કામગીરી દરમિયાન બ્રિજ પર કોઈ અવર જવર શક્ય ન હોવાથી ગુરૂવાર આજથી 27 ઓગસ્ટ સુધી અડાજણથી અઠવાલાઈન્સ તરફ જતો કેબલ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરવામાં કરવામાં આવ્યો છે. જેના કારણે આજથી અઠવાલાઈન્સ તરફ જતા વાહન ચાલકોએ પાલ ઉમરા બ્રિજ અને સરદાર બ્રિજનો ઉપયોગ શરૂ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સુરતની ઓળખ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા કેબલ બ્રિજ એક વિશિષ્ટ પ્રકારનું સ્ટ્રકચર ધરાવે છે અને ત્રણ વર્ષનો સમય થઈ ગયો હોવાના કારણે તેના સ્ટ્રકચરલ હેલ્થ મોનીટરીંગની જરૂરત ઉભી થતાં આ બ્રિજના મોનિટરિંગ માટે રૂ.16.89 કરોડના ખર્ચે સિસ્ટમ નંખાશે. અને રૂ.2.97 કરોડના ખર્ચે યુનિક લાઇટિંગ સિસ્ટમ લગાડવા માટે ટેન્ડર બહાર પડાયા હતા અને આજથી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અ઼ડાજણ- અઠવાલાઈન્બ્રીસને જોડતાં આ કેબલ ઉપર જુદા-જુદા સેન્સર લગાવવામાંની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીથી કેબલ ફોર્સ, વાઇબ્રેશન, ટેમ્પરેચર, સ્ટ્રેસ મોનીટરીંગ, ડિસ્પ્લેસમેન્ટ, ડીફલેકશન, વિન્ડ પ્રેશર વિગેરે જેવા પેરામીટરનો રીયલ ટાઇમ ડેટા મેળવી શકાશે. આ તમામ ડેટાનું સંચાલન બ્રિજ નીચે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે ત્યાંથી કરવામાં આવશે  આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી આજથી આગામી એક મહિના માટે અડાજણથી અઠવા લાઈન્સ તરફ જતો રોડ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ હેલ્થ મોનીટરીંગ સાથે લાઇટીંગ સિસ્ટમની કામગીરીમાં પીક્સલ ડેકોરેટિવ લાઈટ કેબલ પર લગાવવામા આવશે. જેનો પણ કંટ્રોલ રૂમમાંથી જ રિમોર્ટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવશે. આ જ કંન્ટ્રોલ રૂમમાંથી ૩૬૫ દિવસ રીયલ ટાઈમ રિમોટથી કંટ્રોલ કરવામાં આવશે.લાઇટીંગ સિસ્ટમ અંતર્ગત જુદી જુદી ૨૫ પ્રકારની થીમ કે જેમા કોઈ પણ ડિઝાઇન, પેટર્ન કે લખાણ બળો ઉપર લાઇટીંગના સ્વરૂપે જોવા મળશે, જે કેબલ સ્ટે બીજા સ્ટ્રક્ચરને ખૂબ આકર્ષક બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.