કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી સમાજ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું - At This Time

કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી સમાજ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું


ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા ની અંદર કોળી અને ઠાકોર સમાજના એકતા મિશનના ભાગરૂપે કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી સમાજ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત ભરમાંથી અલગ અલગ કોળી અને ઠાકોર સમાજના સંગઠનના અલગ અલગ પ્રમુખો આગેવાનો એ હાજરી આપી આની અંદર એક જ વાત કરવામાં આવી એ ગુજરાતની અંદર 38% કોળી અને ઠાકોર સમાજની વસ્તી હોય તેમ છતાં વસ્તીના ધોરણે સંવિધાનિક હક હિસ્સાઓ ન મળતા હોય ક્યાંક ને ક્યાંક સમાજનું શોષણ થતું હોય સમાજને શૈક્ષણિક રીતે પછાત રાખવામાં આવતા હોય સમાજને રાજકીય ભાગીદારીનો આપવામાં આવતી હોય સમાજને માત્રને માત્ર વોટબેંક ગણવામાં આવતી હોય તેવા વગેરે મુદ્દાઓને બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ તકે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા સમાજને વધારેમાં વધારે સંગઠિત થઈ શિક્ષણ મળે સારી આરોગ્યની સેવા મળે ઔદ્યોગિક તરફ સમાજ વળે આર્થિક રીતે સધર થાય વ્યસન મુક્ત થાય બહેનો દીકરીઓ પર અત્યાચાર અટકે તેમજ સમાજના દરેક આગેવાનો એક મંચ થાય એવું સમાજને વર્ણન કરવામાં આવ્યું. આતકે ગુજરાત ભરમાંથી અલગ અલગ સંગઠનના પ્રમુખો હોદ્દેદારોએ હાજરી આપી અને ગુજરાતના 33 જિલ્લામાં મહાસભા યોજી સરકાર વિરુદ્ધ મોટા આંદોલનની તૈયારીની શરૂઆત કરવામાં આવી જેમાં કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા પ્રમુખ ભુપતભાઈ તલસાણીયા જયંતીભાઈ ગોહિલ રમેશભાઈ જેતાણી ભગીરથભાઈ વાલાણી ચતુરભાઈ દેવધરી વાળા રસિકભાઈ કાણોત્રા વગેરા આગેવાનોની મહેનતથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.