બોટાદ:બરવાળાનાં શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા સહિત વિવિધ સ્થળોએ બિન જરૂરી અવર-જવર ન કરવા બરવાળા મામલતદારની અપીલ - At This Time

બોટાદ:બરવાળાનાં શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા સહિત વિવિધ સ્થળોએ બિન જરૂરી અવર-જવર ન કરવા બરવાળા મામલતદારની અપીલ


આકસ્મિક સંજોગોમાં હેલ્પલાઈન નંબર-૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક સાધવા અનુરોધ

બરવાળા તાલુકાની જાહેર જનતાને ચોમાસુ-૨૦૨૩ દરમિયાન સલામતીના હેતુસર બરવાળા તાલુકાનાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ-ભારે વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા,તળાવો,નહેરો, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ તેમજ ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજદીક અવર-જવર ન કરવા,લીંક રોડ, MDR ના ડિપની ચેતવણી, ગેજ વગેરે ધ્યાને લઈ સાવચેતી રાખવા તથા બિનજરૂરી અવર-જવરનો પ્રયાસ ન કરવા જણાવવામાં આવ્યું છે.

આકસ્મિક સંજોગોમાં હેલ્પલાઈન નંબર-૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર-બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.