આજે શિહોર ખાતે જીતુભાઈ વાઘાણી ની ઉપસ્થિતિમાં ગોપીનાથ મહિલા કોલેજ માં વાર્ષિક ઉત્સવ યોજાયો - At This Time

આજે શિહોર ખાતે જીતુભાઈ વાઘાણી ની ઉપસ્થિતિમાં ગોપીનાથ મહિલા કોલેજ માં વાર્ષિક ઉત્સવ યોજાયો


સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના વાર્ષિક ઉત્સવના
આજના બીજા દિવસે અનેકવિધ કાર્યક્રમનું આયોજન
થયું હતું, સિહોર ખાતે આવેલ રમેશભાઈ રાઠોડની
નામાંકિત શિક્ષણિક સંસ્થા ગોપીનાથજી મહિલા
કોલેજ છેલ્લા વર્ષોથી શિક્ષણની જ્યોત જલાવી રહી
છે. બે દિવસના વાર્ષિક ઉત્સવ દરમિયાન આજના બીજા
દિવસે જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
તેઓએ સંસ્થાની કાર્ય પદ્ધતિ બિરદાવી આગળ
જણાવ્યું હતું કે રમેશભાઈ રાઠોડે ગોપીનાથજી
કોલેજની શરૂઆત કરી સરસ્વતીની સરવાણી આ
સંસ્થાએ વહેતી કરી છે .આગળ જણાવ્યું હતું કે સમાજ,
રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા
છે. શિક્ષણમાં સમયની સાથે શિક્ષણકાર્ય થવુ જરૂરી
છે. ટેકનોલોજી અને અધતન શિક્ષણ રોજગારીનું સર્જન
કરે છે, ગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા છેલ્લા વર્ષોથી
શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. શિક્ષણની જ્યોત
જલાવી ગોપીનાથજી કોલેજ આસપાસના વિસ્તારો
માટે શિક્ષણનું ધામ બની છે. અહીં શિક્ષણમાં વિશેષ
કામ થઇ રહ્યું છે. અને સાથે પ્રાથમિક અને માળખાકીય
સુવિધાઓ શિક્ષણ ક્ષેત્રે મળી રહી તે માટે સરકાર
અગ્રતાપુર્ણ કામ કરી રહી છે. તેઓએ આગળ કહ્યું હતું
કે મોંઘીદાટ સ્પર્ધાત્મક પરીક્ષાનો હવે ટૂંક સમયમાં અંત
આવશે રાજ્યસરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે
ઓનલાઇન પારંગત શિક્ષકો અને ટ્રેનરો દ્વારા શિક્ષણ
માટેની વ્યવસ્થાઓને આખરી ઓપ દેવાય રહ્યો છે, ટૂંક
સમયમાં સરકાર ઓનલાબઇન શિક્ષણ શરૂ કરવા જઈ
રહી છે અહીં કાર્યક્રમમાં બે દિવસ દરમિયાન અનેક
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. રીપોર્ટ અશ્ક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.