સ્માર્ટનગરી ખાડાનગરી બની, અમદાવાદ શહેરમાં સરેરાશ ૧૮ ઈંચ વરસાદમાં વિવિધ રસ્તાઓ ઉપર ૪૩૫૮ ખાડા પડયાં - At This Time

સ્માર્ટનગરી ખાડાનગરી બની, અમદાવાદ શહેરમાં સરેરાશ ૧૮ ઈંચ વરસાદમાં વિવિધ રસ્તાઓ ઉપર ૪૩૫૮ ખાડા પડયાં


અમદાવાદ,રવિવાર,17
જૂલાઈ,2021અમદાવાદ શહેરમાં આ મોસમમાં મોસમનો અત્યાર સુધીમાં સરેરાશ ૧૮
ઈંચ વરસાદ થયો છે.૧૮ ઈંચ વરસાદમાં શહેરના સાત ઝોનના વિવિધ રસ્તાઓ ઉપર કુલ મળીને
૪૩૫૮ ખાડા પડતા સ્માર્ટનગરી ખાડાનગરી બની ગઈ છે.સમગ્ર શહેરમાં કુલ ૨૮ સ્થળોએ
બ્રેકડાઉન થવા પામ્યુ છે.આ પૈકી હજુ ૨૧ સ્થળોએ કામગીરી ચાલી રહી હોવાથી મ્યુનિસિપલ
કોર્પોરેશન ઈજનેર અને રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીઓ શરણાગત જેવી સ્થિતિમાં આવી
ગયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં કુલ મળીને ૨૬૩૫
કીલોમીટરનું રોડ નેટવર્ક આવેલુ છે.આ પૈકી દર વર્ષે ૮૦૦થી ૧૦૦૦ કીલોમીટર લંબાઈના
રોડ યુટીલીટી જેવી કે કેબલ એજન્સી,
ગેસ એજન્સી, પાવર
એજન્સી દ્વારા નવા નેટવર્ક નાંખવા,અપગ્રેડેશન
તથા ફોલ્ટ રીપેર કરવા ખોલવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગટર અને પાણીની
લાઈન નાંખવા,સ્ટ્રોમ
વોટર લાઈન નાંખવા કે પછી તેને અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવતી હોવાથી વિવિધ
વિસ્તારમાં રોડ ખોલવામાં આવતા હોય છે.શહેરમાં આ વર્ષે પડેલા અત્યારસુધીના ૧૮ ઈંચ
વરસાદને કારણે શહેરના સાત ઝોનમાં આવેલા વિવિધ રસ્તાઓ ઉપર ખાડા પડવા ઉપરાંત
બ્રેકડાઉન થયા હોવાનું મ્યુનિસિપલ તંત્રે સ્વીકાર કર્યો છે.તંત્રે ૧૦ અને ૧૧ જૂલાઈ દરમિયાન શહેરમાં અંદાજે દસ ઈંચ
જેટલો વરસાદ થતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાઈપના ક્રાઉન કોરોઝન અને માટીના
પ્રેસરના કારણે બ્રેકડાઉન થવાના ૨૮ જેટલા કીસ્સા સામે આવ્યા છે.૨૮ સ્થળોએ
બ્રેકડાઉનની સામે માત્ર સાત સ્થળે બ્રેકડાઉનનું સમારકામ પુરુ કરવામાં આવ્યુ છે.હજુ
૨૧ સ્થળોએ કામગીરી ચાલી રહી હોવાથી જે તે વિસ્તારના રહીશો અને વાહન ચાલકોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્માર્ટ સિટી શહેરની દુહાઈ દેતા
મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો સામે સ્થાનિક રહીશો
ઉગ્ર આક્રોશ વ્યકત કરી રહ્યા છે.કયા ઝોનમાં કેટલા ખાડા પડયા?ઝોન    પડેલ ખાડાદક્ષિણ  ૯૯૩ઉ.પ.   ૮૯૨પૂર્વ    ૭૨૩પશ્ચિમ  ૬૫૭ઉત્તર   ૫૪૯દ.પ.   ૨૭૭મધ્ય   ૨૬૭શહેરમાં બ્રેકડાઉન કયાં-કેટલાં?ઝોન    સંખ્યા  કામગીરી પુરીમધ્ય   ૦૪     ૧પૂર્વ    ૦૨     ૧પશ્ચિમ  ૦૬     ૧ઉ.પ.   ૦૩     ૦૦દ.પ.   ૦૫     ૦૩દક્ષિણ  ૦૫     ૦૦ઉત્તર   ૦૩     ૦૧વર્ષ-૨૦૧૭માં ૨૬,૭૯૮ મીટર
લંબાઈના રોડ રીસરફેસ કરાયા હતા

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષ અગાઉ વર્ષ-૨૦૧૭માં ભારે વરસાદના
કારણે શહેરના રસ્તાઓ ખાડાવાળા અને બિસ્માર બની જતા એ સમયે હાઈકોર્ટમાં જાહેરહીતની
અરજી કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના તમામ
રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરવાની સાથે બિસ્માર રોડ તાકીદે રીસરફેસ કરવા આદેશ કરવામાં
આવ્યો હતો.દરમિયાન ૧૮ સપ્ટેમ્બર-૨૦૧૭થી ૧ ઓકટોબર-૨૦૧૭ સુધીમાં શહેરના છ ઝોન અને
રોડ પ્રોજેકટ દ્વારા બનાવવામાં આવેલા કુલ મળીને ૨૬,૭૯૮ મીટર લંબાઈના ૨૫૭ રસ્તાઓ ઉપરના ખાડા હોટમીક્ષથી પુરી
રસ્તાઓ ઉપર માઈક્રો રીસરફેસીંગ કરવામાં આવ્યું હતું.વસ્ત્રાલમાં દોઢ મહિનાથી રોડ માટે ખાડા ખોદેલા પણ કામગીરી
હજુ અધુરીઅમદાવાદ પૂર્વના વસ્ત્રાલમાં માધવ સ્કૂલથી એસ.પી.રીંગ રોડ
તરફના ભાગમાં રોડ બનાવવાની કામગીરી દોઢ મહિનાથી વધુ સમયથી ખાડા ખોદયા બાદ પણ અધુરી
હોવાથી સ્થાનિક રહીશોને ગટરના ગંદાપાણીમાંથી પસાર થવાની નોબત આવી પડી છે.ડીફેકટ લાયબલીટી સમયવાળા રસ્તાઓને પણ નુકસાન થયુ હોવાની વકીઅમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૮ ઈંચ જેટલો વરસાદ
વરસ્યો છે.આ કારણથી શહેરમાં ત્રણ કે પાંચ વર્ષ સુધીની ડીફેકટ લાયબલીટી સાથે
આપવામાં આવેલ રોડને પણ નુકસાન થયુ હોવાની વકી સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.૧૩ ટકા સુધીની ડીપોઝીટ કોન્ટ્રાકટર પાસે મુકાવવામાં આવે છે
છતાં આ હાલતઅમદાવાદમાં મ્યુનિ.ના રોડ પ્રોજેકટ ઉપરાંત ઝોન કક્ષાએ નવા
રોડ બનાવવા કે રોડ રીસરફેસ કરવાની કામગીરી કોન્ટ્રાકટરોને વર્કઓર્ડર દ્વારા
આપવામાં આવતી હોય છે.રોડ તુટે એવા સંજોગોમાં ત્રણ કે પાંચ વર્ષની ડીફેકટ લાયબલીટી
સુધી કરવામાં આવતા રોડના કામ માટે કામની કુલ કીંમતના તેર ટકા સુધીની ડીપોઝીટ
કોન્ટ્રાકટર પાસેથી લેવામાં આવતી હોવાનું ભાજપના એક હોદ્દેદારનું કહેવુ છે.આમ છતાં
શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર પહેલા જ વરસાદમાં ૪૩૫૮ ખાડા પુરવા પડયા છે.દર વર્ષે ભુવાના સમારકામ પાછળ સાતથી આઠ કરોડનો ખર્ચ કરાય છેઅમદાવાદ શહેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ ૨૮
જેટલા ભુવા પડયા છે.દર વર્ષે ભુવાના સમારકામ પાછળ સાતથી આઠ કરોડનો ખર્ચ
મ્યુનિ.તંત્ર કરે છે.આઠ વર્ષમાં ૫૦૦થી વધુ ભુવાના સમારકામ પાછળ મ્યુનિ.તંત્રે વીસ
કરોડથી વધુની રકમનો ખર્ચ કર્યો છે.હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જવાયોવર્ષ-૨૦૧૭માં શહેરના ૨૫૮ રોડ તુટવાની ઘટના બાદ હાઈકોર્ટમાં
થયેલી જાહેરહીતની અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે મ્યુનિ.તંત્રને શહેરમાં જે સ્થળે
રોડની કામગીરી થતી હોય તે સ્થળે રોડ બનાવનાર કોન્ટ્રાકટરનું નામ,કોન્ટેકટ નંબર,રોડની કામગીરી
શરુ થયા તારીખ,કામગીરી
કયારે પુરી થશે એ તારીખ સહિતની તમામ વિગત દર્શાવતુ બોર્ડ લોકો જોઈ શકે એ પ્રમાણે
મુકવા આદેશ કર્યો હતો.જેનું  પાલન થતુ
હોવાનું જોવા મળતુ નથી.હાઈકોર્ટમાં મ્યુનિ.એ કરેલી એફિડેવિટ પણ તંત્ર ભુલી ગયુંગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી પૂર્વ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ.એન.ગઢવીએ એફિડેવિટ રજુ કરી હતી.આ એફિડેવિટમાં રોડના
કામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટરને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત ડીફેકટ
લાયબલીટી સમયમર્યાદામાં વધારો કરવા વિચારણા કરાશે એમ કહેવામાં આવ્યુ હતું.મ્યુનિસિપલ કમિશનરે રોડ ઓપનીંગની પરમીશન આપવાની સત્તા
પોતાના હસ્તક લીધીઅમદાવાદ શહેરના સાત ઝોનમાં યુટીલીટીના બહાના હેઠળ ઝોન
લેવલથી વિવિધ કંપનીઓને રોડ ઓપન કરવા મંજુરી આપવામાં આવતી હતી.મ્યુનિસિપલ કમિશનર
લોચન સહેરાએ એક ખાસ પરિપત્ર કરી હવેથી કોઈ પણ વિસ્તારમાં યુટીલીટી માટે કંપનીઓને
રોડ ઓપનીંગની મંજુરી મ્યુનિસિપલ કમિશનરની મંજુરીથી જ અપાશે એવો પરિપત્ર કર્યો છે.    


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.