Gau Tech -2023 રાજકોટ ની ઐતિહાસિક સફળતા બાદ “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.૩૦ મે થી ૨ જૂન, ૨૦૨૫ સુધી જયપુર ખાતે આયોજન - At This Time

Gau Tech -2023 રાજકોટ ની ઐતિહાસિક સફળતા બાદ “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.૩૦ મે થી ૨ જૂન, ૨૦૨૫ સુધી જયપુર ખાતે આયોજન


Gau Tech -2023 રાજકોટ ની ઐતિહાસિક સફળતા બાદ

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.૩૦ મે થી ૨ જૂન, ૨૦૨૫ સુધી જયપુર ખાતે આયોજન

સંયુક્ત આયોજન : ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને શાશ્વત વિકાસની દિશામાં દોરી જતી બ્રાઉન ક્રાંતિ : ડો. વલ્લભભાઈ કથીરિયા
“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” માં ગૌ આધારિત ઉદ્યોગો દ્વારા કરોડપતિ બનવાના રસ્તા ખુલશે – GCCI જનરલ સેક્રેટરી મિતલ ખેતાણી"
જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શની “ગૌ ટેક - ૨૦૨૫ – ગૌ મહાકુંભ ” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જયપુર સ્થિત બિયાની કોલેજ ખાતે આ મહાકુંભ સંદર્ભે યોજાયેલી તૈયારી બેઠકમાં GCCIના સ્થાપક અધ્યક્ષ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો હતો કે “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫” નું આયોજન ૩૦ મે થી ૨ જૂન વચ્ચે વિદ્યાધરનગર સ્ટેડિયમ, જયપુર ખાતે થશે. આ બેઠકમાં આ કાર્યક્રમના મુખ્ય અધિકારીઓ, નિષ્ણાતો અને આયોજકો હાજર રહ્યા હતા. આયોજનની રૂપરેખા, મુખ્ય આકર્ષણો અને તૈયારી બાબતો પર ચર્ચા થઈ અને અંતિમ સ્વરૂપ અપાયુ “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫” ની થીમ ગૌ આધારિત ઉદ્યોગિતા, જૈવિક ખેતી અને આધુનિક પશુપાલનને પ્રોત્સાહન આપવાની રહેશે. ગૌપાલકો, ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશેષ સત્રો યોજાશે જેમાં નવીનતા, તાલીમ અને ટેકનિકલ ડેમોનો સમાવેશ રહેશે. આ મહાકુંભને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે વ્યાપક જાહેરખબરો અને સંયોજનની યોજના તૈયાર કરવામાં આવી છે. ગૌ આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગિતાથી જોડાયેલા અનેક સ્ટોલ્સ અને પ્રદર્શનોનું આયોજન થશે. ભારત સરકાર, વિવિધ રાજ્ય સરકારો તથા વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ પણ આ આયોજનમાં સહભાગી બનશે. સમગ્ર દેશમાંથી ગૌ ટેક અને ઉદ્યોગિતા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫ સ્વરૂપે આ વૈશ્વિક શિખર સંમેલનનો મુખ્ય હેતુ ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને હરિત, સમૃદ્ધ અને શાશ્વત વિકાસ તરફ દોરી જવાનો છે. આ આયોજન સંયુક્ત રાષ્ટ્ર સંગઠન દ્વારા ઘોષિત ૧૭ શાશ્વત વિકાસ લક્ષ્યોને ગૌ આધારિત ઉકેલ દ્વારા સાકાર કરવા દિશામાં એક અનોખી પહેલ છે.” તેમણે આગળ જણાવ્યું કે “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫ એક રાષ્ટ્રીય અભિયાનની જેમ છે, જેમાં ગૌ આધારિત ઉદ્યોગો માત્ર રોજગાર અને પર્યાવરણ માટેના ઉકેલો બનશે એવું નહિ, પણ ભારતને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવશે.” સાથે જ તેમણે જણાવ્યુ હતું કે ગૌપાલકો, ગૌશાળાઓ અને ગૌ ઉદ્યોગોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી ગાયને બચાવવી, ગૌ ઉદ્યોગિતા અને જૈવિક ખેતીને વેગ આપવો એ પણ મુખ્ય લક્ષ્ય છે. “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫” ને હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પછી ગૌ આધારિત ઉદ્યોગિતા રૂપે “બ્રાઉન ક્રાંતિ” તરીકે જોવામાં આવી રહી છે આ વૈશ્વિક શિખર સંમેલનથી યુવાનો, ઉદ્યોગકારો, સરકારો અને નીતિ નિર્માતાઓને દેશભરમાં વિકસિત થયેલી ગૌ ઉદ્યોગિતા તકનીકો, ઉત્પાદન મશીનરી, ગૌ જ્ઞાન, ગૌ વિજ્ઞાન અને ગૌ આધારિત આધ્યાત્મિક જીવન સંસ્કૃતિથી અવગત કરવામાં આવશે. અગાઉ ૨૦૨૩માં ગુજરાતના રાજકોટમાં ગૌ ટેકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેને સમગ્ર દેશમાં વખાણ મળ્યા હતા.
ડૉ. કથીરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ “ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫” ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના
સ્વપ્ન “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવા રાષ્ટ્રીય અભિયાનોને જમીન પર ઉતારવાનો એક અસરકારક પ્રયાસ છે.” આયોજનો દરમિયાન રાજસ્થાન ગૌ સેવા પરિષદ, બીકાનેર દ્વારા પૂર્વ સિંચાઈ મંત્રી દેવીસિંહ ભાટી અને સુનીલ માનસિંહકાને રાષ્ટ્રીય ગૌ ઉદ્યોગિતા પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરાશે.ગૌ મહાકુંભના અધ્યક્ષ અને પૂર્વ ગોપાલન નિયામક ડૉ. લાલસિંહે જણાવ્યું કે “આ આયોજન રાજસ્થાનની ધરતી પર ગૌ મહાકુંભ સ્વરૂપે એક નવી શરૂઆત છે. તેનો હેતુ ગૌ માતાના બહુઆયામી યોગદાનને ઉજાગર કરીને જનમાનસમાં ગૌસેવાની ભાવનાને પુનર્જાગૃત કરવાનો છે.”
આ મહાકુંભમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૩૫૦ થી વધુ પ્રતિનિધિઓ, ૫ લાખથી વધુ ખેડૂતો, બ્રીડર્સ અને મુલાકાતીઓ ભાગ લેશે. ૫૦ હજારથી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે અને ૩ હજારથી વધુ ઉત્પાદનો તથા સેવાઓનું પ્રદર્શન થશે. કુલ મળીને આ ભવ્ય આયોજનમાં લાખો ગૌપાલકો, ગૌપ્રેમીઓ, ખેડૂત, ઉદ્યોગકારો અને પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે. આ ઐતિહાસિક કાર્યક્રમ ભારતના ગૌ આધારિત અર્થતંત્ર, ગૌ આધારિત ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો માર્ગ બનશે. વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓની પણ વિશાળ ઉપસ્થિતિની આશા છે.
GCCIના જનરલ સેક્રેટરી મિતલ ખેતાણીએ જણાવ્યું કે “ગૌ આધારિત ઉદ્યોગોમાં અબજો રૂપિયાની સંભાવનાઓ છે, જેમાં લાખો લોકોને રોજગારી મળી શકે છે. ગૌ ટેક – ગૌ મહાકુંભ –૨૦૨૫માં “ગૌ આધારિત ઉદ્યોગો દ્વારા કરોડપતિ કેવી રીતે બનવું?”વિષય પર વિશેષ સત્ર પણ યોજાશે.દેવરાહા બાબા ગૌ સેવા પરિવારના સંયોજક સંજય શર્માએ જણાવ્યું કે “આ આયોજન જયપુર સહિત સમગ્ર રાજસ્થાનના યુવાનોના જીવનમાં નવી દિશા લાવનારો બનશે. જે લોકો માત્ર દૂધને જ ગાયનું ઉત્પાદન માને છે તેઓને જાણવા મળશે કે ગોબર, ગૌમૂત્ર, પંચગવ્ય અને ગૌ આધારિત અન્ય ક્ષેત્રો વૈશ્વિક ઉદ્યોગ કેવી રીતે બની શકે છે.”કાર્યક્રમના અંતિમ દિવસે 'ગૌ સમાધાન ઘોષણા પત્ર' જાહેર કરવામાં આવશે જેમાં ગૌ આધારિત અર્થતંત્ર, નીતિ સુધારાઓ, રોજગારીની તકો, પર્યાવરણ ઉકેલ અને ગ્રામોદયનો સંપૂર્ણ રોડમૅપ રજૂ કરવામાં આવશે. આ ઘોષણા પત્ર સરકાર, નીતિ આયોગ, યુનિવર્સિટી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મોકલવામાં આવશે.આ બેઠકમાં “ગૌ ટેક - 2025 – ગૌ મહાકુંભ”ના પદાધિકારીઓ સાથે સંત પ્રકાશદાસ મહારાજ, પદ્મશ્રી ડૉ. લક્ષ્મણસિંહ લાપોડિયા, રઘુનાથસિંહ રાજપુરોહિત, હેમ શર્મા, ગજાનંદ અગ્રવાલ સહિત ૧૦૦થી વધુ ગૌસેવકોએ ભાગ લીધો હતો.આ ભવ્ય આયોજનમાં દેવરાહા બાબા ગૌ સેવા પરિવારના સંજય શર્મા, ડૉ. લાલસિંહ, ડૉ. અશોક કુમાવત, ડૉ. પ્રકાશ ભાટી, ડૉ. યુદવીર બલવદા, ભરત રાજપુરોહિત આયોજક તરીકે ફરજ નિભાવી રહ્યા છે. GCCI સહ આયોજક તરીકે જોડાયેલ છે. ઉપરાંત હેમ શર્મા, સુમિત શર્મા, દીપક, ક્ષિતિજ ગર્ગ, આકાશ શર્મા, મૃદુલ શર્મા, નારાયણ શાસ્ત્રી સહિત ઘણા સાથીઓ વિશેષ સહયોગ આપી રહ્યા છે. રાજસ્થાન ગૌ સેવા પરિષદ સહિત અનેક સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image