શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ સમગ્ર ટ્રસ્ટી મંડળ નો સામુહિક સંકલ્પ - At This Time

શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ સમગ્ર ટ્રસ્ટી મંડળ નો સામુહિક સંકલ્પ


શ્રી ભુરખિયા હનુમાનજી સમક્ષ સમગ્ર ટ્રસ્ટી મંડળ નો સામુહિક સંકલ્પ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં સમગ્ર ટ્રસ્ટી મંડળ નો સામુહિક સંકલ્પ સંભવિત નૂતન મંદિર નો સહિત ના પ્રકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રતિબદ્ધતા સાથે તન મન ધન થી સહયોગ કરવા વચનબદ્ધ પ્રતિજ્ઞા દેશ દેશાવર થી આવતા દરેક શ્રધ્ધાળુ ભાવિકો એ જીવન કાળ દરમ્યાન દાદા ના અચૂક દર્શન કરવા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ટ્રસ્ટ ની અનેક વિધ સેવા ઓ સવિસ્તાર થી વધુ બહેતર રૂપે વિસ્તરે તે માટે એકજુટ થઈ ને કામ કરતા સમગ્ર મંદિર પ્રશાસન અને લાખો શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે સંકલન થી નૂતન મંદિર ઝડપ થી પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરાય દરેક ભાવિકો એ પોતપોતા ની અવગત અનુભવ નો શુભ હેતુ એ સહયોગ કરવા અનુરોધ નૂતન મંદિર સહિત મંદિર ની આગળ ના ભાગે જાનકી ઉપવન નું ખાત મહુર્ત કરાયું અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે સમગ્ર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સમગ્ર ભુરખિયા ગ્રામજનો પૂજારી પરિવાર ની વિશાળ ઉપસ્થિતિ માં સમગ્ર ટ્રસ્ટી મંડળે સંકલ્પ લીધો હતો સંવત ૧૬૪૨ માં સ્વંયભુ પ્રાગટય શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ને અંદાજે ૪૦૦ વર્ષ જેવો સમય ગાળો પસાર થઈ ગયો છે દેશ વિદેશ માં લાખો શ્રધ્ધાળુ ભાવિકો ની અતૂટ શ્રદ્ધા અને અપાર અસ્થા નું કેન્દ્ર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના જીર્ણોદ્ધાર વિશે સમસ્ત ટ્રસ્ટી મંડળ નો ઉજળો સંકલ્પ દરેક વ્યક્તિ એ જીવન કાળ દરમ્યાન એક વાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરવાનો સંદેશ આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image