જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને - ૩ શરૂ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને – ૩ શરૂ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને - ૩ શરૂ કરાયું

બોટાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને - ૩ શરૂ કરાયું જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વં.હિરેન ભાઈ વલ્લભભાઈ મોરડીયા તથા સ્વ.પોપટભાઈ મનજીભાઇ મોરડીયા ના સૌજન્યથી દીનદયાળ ચોક તથા જાનકી પોલીશિંગ તુરખા રોડ , બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નાં પરબ નો શુભારંભ તા.૦૯/૦૪/૨૫ ના રોજ પરબ ખુલ્લું મુકવામાં આવેલ.આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, યુનિટ ડાયરેક્ટર સી.એલ.ભીકડીયા , પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કલથીયા ,મુકેશભાઈ જોટાણીયા, અતુલભાઈ વાઘેલા ,હરેશભાઈ પીઠવા ,સમીરભાઇ દોશી વગેરે ઉપસ્થિત રહેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image