મહુવા ખાતે આયોજન: એક બીજાને પ્રેમ કરતા રહીયે,પ્રેમ દેવો ભવ : નિત્યસ્વરૂપસ્વામી
મહુવા ખાતે આયોજન: એક બીજાને પ્રેમ કરતા રહીયે,પ્રેમ દેવો ભવ : નિત્યસ્વરૂપસ્વામી
મહુવાના આંગણે સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
ગઢડા ગોપીનાથજી મહારાજના તાબાનું સરધારધામ સંચાલિત તીર્થધામ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો ચાલતો 630 વીઘાનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આજે તૃતીય દિવસે પ્રથમ સત્રમાં 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. આચાર્યનું ભાવ સભર સ્વાગતમ નૃત્ય તથા હરિભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.મહારાજ દ્વારા પણ સહયોગી હરિભક્ત તેમજ મહોત્સવના દાતાના સન્માન સાથે હરિભકતોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
આજે તૃતીય દિવસના કથા પ્રવાહને આગળ વધારતા વક્તા મંદિરના પ્રેરક પૂ. નિત્યસ્વરૂપસ્વામીજીએ પ્રભુ ઘનશ્યામ મહારાજની બાળ લીલા વર્ણવતા સાથે કહેલ કે એક બીજાને પ્રેમ કરતા રહીયે અને પ્રેમ દેવો ભવ : સૂત્રને સાર્થક કરી આધ્યાત્મિક માર્ગમા તેમજ સેવાના માર્ગમાં આગળ વધીયે, કોણ શું બોલે તેના પર ધ્યાન ના આપતા ટીકાને અવગણી સારૂ કરતા રહીયે તેમ કહી આગળ કથાને વિરામ આપતાં પહેલા કથામાં પધારેલ સંતો વિષ્ણુપ્રસાદ સ્વામીજી, પુરષોત્તમપ્રસાદ સ્વામીજી, રાધારમણ સ્વામીજી, મોહનપ્રસાદ સ્વામીજીએ પોતાની આગવી શૈલીમાં સ્વામિનારાયણ ભગવાનને કેન્દ્રમાં રાખી હરિભક્તોને સંબોઘી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉત્સવને લઇને હરીભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે શનિવારે વ્યાખ્યાનમાળામાં પૂ.સ.ગુ.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી-છારોડી તથા ભુજ મંદિરના વિદ્વાન સંતો દ્વારા પ્રવચન આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.