સારહિ યથ કલબ-તાલુકા હેલ્થ કચેરીના સંયુકત ઉપક્રમે અમરેલી શહેરના વોર્ડ નં. ૧૧ તથા વોર્ડ નં-૫ નો સંયુકત આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો
સારહિ યથ કલબ-તાલુકા હેલ્થ કચેરીના સંયુકત ઉપક્રમે અમરેલી શહેરના વોર્ડ નં. ૧૧ તથા વોર્ડ નં-૫ નો સંયુકત આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ–કેવાયસી કેમ્પ યોજાયો
મુકેશભાઈ સંઘાણી, બિપીનભાઈ લીંબાણી, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી, કાળુભાઈ પાનસુરીયા, નરેશભાઈ મહેતા, ચિરાગભાઈ ત્રિવેદી, દિલાભાઈ વાળા, હરેશભાઈ કાબરીયા, હરેશભાઈ ચાવડા, અશ્વિનભાઈ કાનાણી, ચિરાગભાઈ ચાવડા, સનિભાઈ ડાબસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયાબહોળા પ્રમાણમા કેમ્પનો લાભા ઉઠાવતા લાભાર્થીઓભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તળે તબીબી સહિતની આવશ્યક સરકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુશ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે
આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમા લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ આ પ્રક્રિયામા વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી અમરેલી શહેરના વોર્ડ નં–૧૧ તથા વોર્ડ તાલુકા નં-૫ ને સંયુક્ત કેમ્પનું આયોજન ખેડૂત તાલીમ કેન્દ્ર, ચકરગઢ રોડ, અમરેલી ખાતે કરવામા આવેલ જેમા બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ ઉઠાવેલ હતો.આ કાર્યક્રમમાં મુકેશભાઈ સંઘાણી, બિપીનભાઈ લીંબાણી, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી, કાળુભાઈ પાનસુરીયા, નરેશભાઈ મહેતા, ચિરાગભાઈ ત્રિવેદી, દિલાભાઈ વાળા, હરેશભાઈ કાબરીયા, હરેશભાઈ ચાવડા, અશ્વિનભાઈ કાનાણી, ચિરાગભાઈ ચાવડા, સનિભાઈ ડાબસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.