ટાઉનશીપમાં જુગારનો દરોડો: પતા ટીંચતા બે વેપારી સહીત છ ઝબ્બે - At This Time

ટાઉનશીપમાં જુગારનો દરોડો: પતા ટીંચતા બે વેપારી સહીત છ ઝબ્બે


વાવડીમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી પતા ટીંચતા બે વેપારી સહીત છ શખ્સોને દબોચી રૂા.71200નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઈ મોવલીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા .
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજાને વાવડીમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ આવાસ કવાર્ટરમાં ફલેટ નં.402માં ભાડેથી રહેતા કિશોર શિવા ટીલાળા બહારથી માણસો બોલાવી જુગાર કલબ રમાડે છે. તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કિશોર શિવા ટીલાળા, જયેશ ગીરધર સોરઠીયા (રહે.મવડી ઓમ રેસીડેન્સી શેરી નં.1) જગદીશ ઉર્ફે જગા ધીરા (રહે. રાજદીપ સોસાયટી, શેરી નં.3 મવડી ચોકડી પાસે) અજય ઉર્ફે મુન્નો બાબુ ડાવરા (રહે.લોધીકા), ભાવેશ કરમશી વોરા (રહે. શ્રધ્ધાદિપ સોસાયટી શેરી નં.2) અને રેનિશ ચુનીલાલ સોરઠીયા (રહે.ઓમ રેસીડેન્સી, મવડી)ને દબોચી રૂા.70 હજારની મતા કબ્જે કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image