વડનગર નવીન સર્વ વિદ્યાલય પ્રાથમિક વિભાગ દ્વારા પ્રવાસ કરવા માં આવ્યો
વડનગર નવીન સર્વ વિદ્યાલય પ્રાથમિક વિભાગ દ્વારા પ્રવાસ કરવા માં આવ્યો
નવીન સર્વ વિદ્યાલય, વડનગર પ્રાથમિક વિભાગ દ્વારા પર્યટન કરવામાં આવ્યું જેમાં 150 બાળકો એ ભાગ લીધો હતો
જેમાં બાળકો શાળા થી ચાલતા ચાલતા શર્મિષ્ઠા તળાવ ના પુલ પર થઈને પ્રેરણા સ્કૂલ ની મુલાકાત લઈને ગોસકોળ દરવાજા પાસે આવેલ બુદ્ધિસ્ટ મોનેસ્ટરી નિહાળી તાનારીરી ગાર્ડન ખાતે પહોચ્યા હતા જ્યાં બધાજ બાળકો એ ઘરેથી લાવેલ નાસ્તો કરી લાવેલ રમત ના સાધનો દ્વારા રમવાની શરૂઆત કરી જેમાં બાળકો એ ક્રિકેટ, ફૂલ રેકેટ, વોલીબોલ, પકડ દાવ, આંધળી ખિસકોલી, માલ દડી, ઉનો વગેરે ની મજા માણી હતી
પછી બટાકા પૌંઆ નો સરસ નાસ્તો કરી કાર્યક્રમ ના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાનારીરી ગાર્ડન માં સફાઈ કરવા માં આવી..,.. પછી બધા શાળા એ પરત ફર્યા હતા
ઉપરોક્ત કાર્યક્રમ શાળા ના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક
વર્ષાબેન મોદી તથા સુરેશભાઈ પ્રજાપતિ, ભાવનાબેન પટેલ, અને સવિતાબેન રાવળ એ સાથે મળી કાર્યકમ ને સફળ બનાવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.