સાયલા તાલુકાના લાભાર્થીઓને ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા વર્ક ઓર્ડર વિતરણ કરાયા. - At This Time

સાયલા તાલુકાના લાભાર્થીઓને ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા વર્ક ઓર્ડર વિતરણ કરાયા.


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસ ના કાર્યો ગુજરાત માં ખુબ વધુ થઈ રહ્યા છે. ત્યારે સાયલા તાલુકા માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓના વર્ક ઓર્ડર વિસ્તાર ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના હસ્તે સાયલા ની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા. કિરીટસિંહ રાણા ને સાયલા ભાજપ મંડલ દ્વારા સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતાં. સાયલા તાલુકા પંચાયત તથા સાયલા ભાજપ મંડલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમ માં મુખ્ય વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જસુભા સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી, આર.એસ.તન્ના, સુરેન્દ્રનગર નિયામક કચેરીના આર. એમ.જાલંધરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ શેખ, સાયલા તાલુકા ભાજપ પ્રમુખ સુરીગભાઈ ધાધલ, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ સોનગરા, મુકેશભાઈ કાલીયા, સાયલા તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ બાવળીયા, તાલુકા ઉપપ્રમુખ કંચનબેન મોરી, તાલુકા વિકાસ અધિકારી મનહરસિંહ સોલંકી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નારસંગભાઈ સાણોથરા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કંચનબેન પી.જાદવ, સાયલા ઇન્ચાર્જ મામલતદાર વી.આર.શુક્લ, સાયલા ક્વોરી એસોસિઅન પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, તથા ગોવિંદભાઇ જોગરાણા, સાયલા ગ્રામપંચાયત ના સરપંચ અજયરાજસિંહ ઝાલા, સાયલા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ડાયાલાલ જીડીયા, તથા રામસંગભાઇ બોહકિયા તથા સાયલા તાલુકા ના સરપંચો, કાર્યકર્તાઓ, તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.