રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાયો. - At This Time

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાયો.


રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાયો.

રાજકોટ શહેર તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્થાનિક ભંડોળ હિસાબ કચેરી દ્વારા કોસ્મિક વિદ્યાસંકુલના મેદાન,ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ, જુનાગઢ-પોરબંદર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર-બોટાદ, ભાવનગર, અમરેલી, કચ્છ, જામનગર-દેવભૂમી દ્વારકા એમ થઈને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ૮ ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોના બેટ્સમેન રન બનાવવા ભારે મહેનત કરતા જોવા મળ્યા હતા તો બીજી બાજુ બોલરોએ કરેલા પ્રયાસોના લીધે એકદમ અનુભવી ખેલાડીઓની વીકેટ્સ પણ હાથમાંથી જતી જોવા મળી હતી. તમામ મેચ એકદમ રસાકસીભર્યા જોવા મળ્યા હતા. રમતોત્સવમાં બહેનો માટે સંગીત ખુરશી, રસ્સા ખેંચ તથા લીંબુ ચમચીની સ્પર્ધાઓ યોજાઈ હતી. સંગીત ખુરશી અને લીંબુ ચમચીની રમતોએ કેટલાયના જીવ અધ્ધર કરી દીધા હોય, તેવી સ્પર્ધા જામી હતી. રસ્સા ખેંચની હરીફાઈમાં ડ્રો થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અંતે બંને ટીમની બહેનોએ કરેલા પ્રયત્નોના અંતે એક ટીમ મેચ જીતી હતી. રમતોત્સવમાં ૪૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. તમામ વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં વિભાગીય નાયબ નિરીક્ષકની કચેરીના સ્થાનિક ભંડોળ હિસાબના એમ.કે.નંદાણીયા, વિભાગીય નાયબ નિરીક્ષક બી.જે.મહેતા અને આર.જે.માંડલિયા, જિલ્લા સહાયક નિરીક્ષક એ.એ.કરમુર, તિજોરી અધિકારી પી.એમ.જાડેજા હિસાબી અધિકારી વીપુલ દેસાઈ, કીર્તિબા વાઘેલા, ક્રિષ્નાબેન અગ્રાવત, તૃપ્તિબેન લાંધણોજા, હેતલબેન ચેતા સહિતના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.