ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી. - At This Time

ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી.


ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

મુંબઈ ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહે મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી જીવદયાના અનેક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. દેવેન્દ્ર ફડણવીસને સન્માનિત કરીને તેમના દૂરંદેશી નેતૃત્વ અને મહારાષ્ટ્રના વિકાસ માટેના તેમના અનન્ય યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસે જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની દેવેન્દ્ર ફડણવીસે ખાત્રી આપેલ હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિના જતન અને મૂલ્યોના રક્ષણ માટે મહારાષ્ટ્રમાં ગૌશાળાઓ અને પાંજરાપોળો ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. મહારાષ્ટ્રમાં ૧૦ હજાર થી વધુ ગૌશાળા–પાંજરાપોળના સેવાભાવી કાર્યકર્તાઓ ગૌવંશના કલ્યાણ માટે અને જીવદયા માટે અહંનીશ કાર્યરત છે. આ કાર્યકર્તાઓ પશુઓ, પક્ષીઓ સહિત તમામ જીવોનું રક્ષણ, ઓર્ગેનીક ખેતી વિગેરેને પ્રોત્સાહીત કરી રહયાં છે. તેમના આ પ્રયત્નોને ફડણવીસે ખૂબ વખાણ્યા હતા.
ડો. ગીરીશ શાહે વધુમાં કહયું કે, ગૌશાળા અને પાંજરાપોળના સેવાભાવી કાર્યકર્તાએ મહારાષ્ટ્રની તાજેતરની ચુંટણીમાં મતદારોને પ્રેરીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યકરોએ ગૌસંસ્કૃતિ અને સંસ્કારની બાબત પર ભાર મૂકીને મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રેરીત કર્યા હતા. ભારતને ખરા અર્થમાં સાંસ્કૃતિક રાષ્ટ્ર બનાવવા માટે અને મહારાષ્ટ્રના સમૃધ્ધ ભવિષ્ય માટે કાર્યકરોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
ડો. ગીરીશ શાહે જણાવ્યું કે,આ સમયે દેશની ગૌશાળા–પાંજરાપોળોએ આત્મનિર્ભર બનવા માટે આગળ વધવું જોઈએ અને ગોબર અને ગૌમૂત્રના વધુ સારા ઉપયોગ માટે કામ કરવું જોઈએ. તેમણે ગૌશાળામાં પાળેલા વૃધ્ધ, બિમાર, અને નિઃસહાય પશુઓના સંચાલન માટે ખાલી કે ઉજજડ જમીન પર ગૌચર બનાવવાની સલાહ આપી હતી અને કહયું હતું કે તેમની સંસ્થા મહાજનોને આત્મનિર્ભર બનાવવા માટે પ દિવસની તાલીમ આપે છે, જેમાં ગૌશાળાના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. ફડણવીસે પશુ કલ્યાણ અને શાશ્વત વિકાસને પ્રોત્સાહન આપતી પહેલ માટે તેમનું સમર્થન વ્યકત કર્યું. રાજયમાં ગૌશાળા-પાંજરાપોળોના ઈન્ફ્રાસ્ટ્રકચરને મજૂબત બનાવવાનાં પ્રયત્નો બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.