હિંમતનગર નગરપાલિકા દ્વારા ગઈ કાલે કેનાલ ફ્રન્ટ ફેઝ-૨ ના વિકાસ ના નામે આશરે ૭૦ પરિવારો ને બેઘર કરી નાખવામાં આવ્યા છે
હિંમતનગર નગરપાલિકા દ્વારા ગઈ કાલે કેનાલ ફ્રન્ટ ફેઝ-૨ ના વિકાસ ના નામે આશરે ૭૦ પરિવારો ને બેઘર કરી નાખવામાં આવ્યા છે છેલ્લા ૬૦ વર્ષો થી તેઓ અહીંયા કાચા ઝુપડા બધી વસવાટ કરી રહ્યા હતા.
આજ રોજ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડો. તુષાર ભાઈ ચોધરી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી અશોક ભાઈ પટેલ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ ,વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, કમળાબેન પરમાર, ટીવી પટેલ , કુમાર ભાટ ,મુકાશભાઇ અને પ્રેમભાઇ બારોટ સાથે આગેવાનોએ સ્થળ મુલાકાત લીધેલ અને ત્યાના નાગરિકો ની રજૂઆત સાંભળેલ ધારાસભ્ય શ્રી દ્વારા ચીફ ઓફિસર શ્રી હિંમતનગર સાથે ટેલિફોનિક વાત કરી જેમના ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે તેમના માટે હાલ વેકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ કાયમી વસવાટ માટે જગ્યાઓ ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા હાલ પીવાના પાણી ની સગવડ પણ કરી આપવા જણાવેલ જેને પરિપૂર્ણ કરવા ચીફ ઓફીસરે જણાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.