*જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયના વિદ્યાર્થી હાસ્ય પટેલે એબેકસ, ક્યુબેટિક નેશનલ કોમ્પિટિશનમાં રેન્ક મેળવી હિંમતનગરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યુ.* - At This Time

*જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયના વિદ્યાર્થી હાસ્ય પટેલે એબેકસ, ક્યુબેટિક નેશનલ કોમ્પિટિશનમાં રેન્ક મેળવી હિંમતનગરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યુ.*


*જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયના વિદ્યાર્થી હાસ્ય પટેલે એબેકસ, ક્યુબેટિક નેશનલ કોમ્પિટિશનમાં રેન્ક મેળવી હિંમતનગરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યુ.*
વર્તમાનમાં નાગપુર ખાતે એબેકસ ક્યુબેટિક નેશનલ કોમ્પિટિશન યોજાઈ ગઈ. જેમાં જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલય મહાવીરનગર, હિંમતનગરના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હાસ્ય પટેલે રાષ્ટ્રીય કક્ષાની કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવી શાળાનું તથા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ કાર્યક્રમમાં ભારતમાંથી ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ આઠ મિનિટમાં સરવાળા, બાદબાકી ,ગુણાકાર અને ભાગાકારના ૨૦૦ દાખલા ગણવાના હોય છે. એજ્યુકેશન ક્ષેત્રમાં થતી વિવિધ સ્પર્ધાઓ આ કોમ્પિટિશન સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે. જે માટે હાસ્યના પિતા અનિલકુમાર, માતા રશ્મિકાબેન તથા કોચ ગાયત્રીબેનનીનુ માર્ગદર્શન રહ્યું. શાળા પરિવાર વતી આચાર્ય પી.ડી. દેસાઈ સુપરવાઇઝર જયાબેન જોશી,શાળાના સંચાલક મંડળના પ્રમુખ સી.સી. શેઠ, મંત્રી મધુકર ખમાર દ્વારા હાસ્ય પટેલને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.