ગુજરાત સરકારની જૂની પેન્શન યોજના ની જાહેરાતમાં અનેક શિક્ષકો, કર્મચારીઓ વંચિત રહેતાં સરકારમાં રજૂઆત.
શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ અને એપ્રિલ 2005 માં લેવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં કેટલીક ટેકનીકલ ક્ષતિઓના લીધે ઘણા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો OPS થી વંચિત રહ્યા હોય એવું જાણવા મળેલ છે.આ અંગેની વિગતો અનુસાર, વર્ષ 2005 માં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક શાળાઓમાં ભરતીના ઈન્ટરવ્યૂ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા કચેરીના સાનુકૂળ સમય દ્વારા ગોઠવવામાં આવેલ હતા. એક સાથે એક જ દિવસે એક જ શાળાની છ જગ્યાની જાહેરાત આવેલ હોવા છતાં સંજોગો વસાત ટેકનીકલ કારણોસર એવું બન્યું હતું કે એક શાળાની અંદર 6 વિષયની ભરતી હોય તો ઉદાહરણ તરીકે તારીખ 29 માર્ચ 2005 થી શરૂ કરે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા તારીખ 3 એપ્રિલ 2005 સુધી પૂરી થઈ હોવાના સંજોગોમાં બે વિષય શિક્ષકો જુની પેન્શન યોજનામાં જ્યારે ચાર વિષય શિક્ષકો 2024 ના ઠરાવ મુજબ નવી પેન્શન યોજનામાં આવે છે.આ ઉપરાંત પણ અન્ય ઘણા બધા ટેકનિકલ કારણો જેવા કે બોર્ડની પરીક્ષાઓ, વેકેશન વગેરે બાબતોને ધ્યાને રાખી ઇન્ટરવ્યૂ તારીખો કચેરી દ્વારા રહેલા મોડી ગોઠવાયેલ હતી. નિમણૂંક પ્રક્રિયામાં શિક્ષકોની કોઈ ભૂમિકા ન હોવા છતાં આજે આવા વિવિધ ટેકનીકલ કારણોસર જુની પેન્શન યોજનાથી બાકાત રહે તેવી શક્યતાઓ છે.કોર્ટ અને CAT તેમજ કર્મચારી સંગઠનોની રજૂઆતોને ધ્યાન રાખી નવી પેન્શન યોજનાનું નોટિફિકેશન બહાર પડયા તારીખ સુધીમાં જે તે કર્મચારીની જગ્યાની જાહેરાત આવી ગયેલ હોય તેમનો જૂની પેન્શન યોજના માટે સમાવેશ કરેલ છે.વધુમાં સુપ્રીમ કોર્ટના 17/11/2024 ના ચુકાદા અનુસાર ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ તેના નિયમો બદલાવ કહી શકાય નહીં. આમ એક જ જાહેરાતના નોકરીએ લાગેલા શિક્ષકોમાં બે પ્રકારની પેન્શન યોજના લાગુ પડે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે.તારીખ 01/04/2005 સુધીના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતનો ઠરાવ બહાર પડાયો છે, જેના વિસ્તૃત ઠરાવમાં ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડેલી નવી પેન્શન યોજનાના નોટિફિકેશનની તારીખ 18/3/2005 અથવા તારીખ 01/04/2005 સુધીમાં જે તે શિક્ષકો જે તે જગ્યાની જાહેરાત આવી ગઈ હોય તેમનો કેન્દ્ર સરકાર તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્ય સરકારોના પરિપત્રો મુજબ ફાઈનલ નોટિફિકેશનમાં તેવા શિક્ષકો અને કર્મચારીઓના સમાવેશ બાબતનો ખાસ ઉલ્લેખ માટેની માંગણીઓ થઈ રહી છે. આ માંગણીને ગુજરાત સરકાર પૂરી કરી અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરે તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.