આજે વિશ્વ ન્યૂમોનિયા દિવસ : છાતીના આ ગંભીર રોગનો જોખમ સૌથી વધુ
ગંભીર પ્રકારના ન્યૂમોનિયામાં 100એ 10 બાળકો મૃત્યુ પામતા હોવાથી તેની સત્વરે સારવાર લેવી જરૂર છે. આમ બાળ મૃત્યુમાં પ્રથમ નબંરનું કારણે ન્યૂમોનિયા છે.
ન્યુમોનિયા અંગે લોકોમાં જાગૃતિ આવે તેના માટે દર વર્ષે 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ન્યુમોનિયા એટલે ફેફસામાં થતું ઈન્ફેક્શન, જે બેક્ટેરિયા, વાઈરસ કે ફુગ દ્વારા થઈ શકે છે. કોરોના પછી ન્યૂમોનિયાનું પ્રમાણ વધ્યું છે. એટલે સાવચેતી રાખવાની ખૂબજ જરૂર છે. બધા જ પ્રકારના ચેપમાંથી સૌથી વધુ મૃત્યુનું કારણે ફેફસાનો ચેપ એટલે કે ન્યુમોનિયા છે. દર વર્ષે ગંભીર ન્યૂમોનિયાથી 36 લાખ કેશ નોંધાય છે. જેમાંથી 35 હજારનાં મોત થાય છે. દેશમાં પાંચ વર્ષથી નાના બાળકોમાં દર એક હજારે 41.9 અને રાજ્યમાં 37.6 મૃત્યુદર છે. જ્યારે બાળકોના કુલ મૃત્યુના 17 ટકા કેસમાં મૃત્યુનું કારણ ન્યૂમોનિયા છે. આ રેશિયો વિશ્વમાં 29 ટકા છે. ગંભીર પ્રકારના ન્યૂમોનિયામાં 100એ 10 બાળકો મૃત્યુ પામતા હોવાથી તેની સત્વરે સારવાર લેવી જરૂર છે. આમ બાળ મૃત્યુમાં પ્રથમ નબંરનું કારણે ન્યૂમોનિયા છે.
માતાનું ધાવણ બાળકોમાં માટે ફાયદાકારક
વિશ્વભરમા દર વર્ષે 12 લાખ બાળકોના મૃત્યુ ન્યૂમોનિયાને લીધા થાય છે. જેનાથી કેવી રીતે બચી શકાય અને બધાના ફેફસાં મજબૂત રહે તે ઉદ્દેશ્યથી દર વર્ષે 12 નવેમ્બરે વિશ્વ ન્યૂમોનિયા દિવસની ઉજવણી કરાય છે. માતાનું ધાવણ આપવામાં આવતું હોય તેવા બાળકમાં ન્યૂમોનિયાનું પ્રમાણ ઘટી જાય છે. જ્યારે બોટલથી દૂર પીવડાવવામાં આવતું હોય તેવા બાળકોમાં ન્યૂમોનિયાનું પ્રમાણ વધારે છે.
ન્યૂમોનિયાની ઓળખવાની રીત
ઘરે જ સરળતાથી ન્યૂમોનિયાને ઓળખી શકાય છે. જો બાળકને તાવ આવતો હોય તો એક મિનિય સુધ બાળકના શ્વાસનો દર ગણવો જોઈએ. એક વર્ષથી નાનું બાળક એક મિનિટમાં પ0થી વધુ વખત શ્વાસ લે તો તેને ન્યૂમોનિયા ગણવો. આજ રીતે એકથી પાંચ વર્ષ સુધીનો બાળક એક મિનિટમાં 40થી વધુ વખત શ્વાસ લે તો આવાવ બાળક ન્યુમોનિયા પિડિત ગણવા અને તાબડતોડ તબીબી સારવાર લેવી જોઈએ.
ગંભીર લક્ષ્યો
બાળકને ખેંચ આવે, બાળક બેભાન થઈ જાય, ઢીલું પડી જાય, સતત ઉલટીઓ કરે, હાથ-પગ ભૂરા પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે કે પડખામાં ઊંડા ખાડા પડવાના લક્ષ્યો ગંભીર પ્રકારના ન્યૂમોનિયા છે.
વાઈરસને કારણે પણ ન્યૂમોનિયા થાય છે
ડાયાબિટિશ, લિવર, હાર્ટ ફેફસા સહિતની બિમારીથી પીડાતા વૃદ્ધોમાં ન્યૂમોનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. 60થી 70 ટકા કેસમાં વાઈરસથી ન્યૂમોનિયા થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.