ફાયર શાખાના અધિકારીઓ વતી એજન્ટ 30 હજાર લાંચ લઈ એક જ દિવસમાં કઢાવી દે છે ફાયર NOC - At This Time

ફાયર શાખાના અધિકારીઓ વતી એજન્ટ 30 હજાર લાંચ લઈ એક જ દિવસમાં કઢાવી દે છે ફાયર NOC


ટીઆરપી અગ્નિકાંડ અને ભ્રષ્ટાચારમાં 4-4 અધિકારી જેલભેગા છતાં ફાયર શાખા હજુ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયરશાખામાં ચાલતી ગેરરીતિઓ ટીઆરપી અગ્નિકાંડ બાદ છતી થઈ હતી. અપ્રમાણસરની મિલકત અને અગ્નિકાંડમાં બેદરકારીને લઈને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા જેલમાં છે ત્યારબાદ અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ જેલભેગા કરાયા હતા.

ત્યારબાદ સીએફઓનો ચાર્જ અનિલ મારૂને અપાયો હતો અને તેણે તો ફાયર એનઓસીનો ધંધો ચાલુ કરી દેતા એસીબીના છટકામાં રંગેહાથ પકડાયા હતા. આટલી ઘટના બાદ હવે ભ્રષ્ટાચાર કરતા ફાયરશાખાના અધિકારીઓ ડરશે તેવું તંત્રને લાગતું હતું પણ હવે એજન્ટપ્રથા મારફત લાંચ લેવાય છે તેનો પર્દાફાશ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.