નેત્રંગ તાલુકા થવા કોલેજ ખાતે “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગ રૂપે પ્રાકૃતિક ખેતી સંબધિત કાર્યક્ર્મ યોજાયો… - At This Time

નેત્રંગ તાલુકા થવા કોલેજ ખાતે “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગ રૂપે પ્રાકૃતિક ખેતી સંબધિત કાર્યક્ર્મ યોજાયો…


રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ બી.આર.એસ કોલેજ ખાતે ૧૪મી ઓક્ટોબરના રોજ થીમેટીક દિવસો અંતર્ગત પ્રાકૃતિક ખેતી સંબંધિત કાર્યક્રમ નું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ, નેત્રંગ મામલતદાર રીતેશ બી. કોંકણી, તાલુકા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, તથા બી.આર.એસ કોલેજ ના આચાર્ય, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલુકા વિસ્તરણ અધિકારી યોગેશ પવારે પ્રાકૃતિક ખેતી સંબંધિત વિસ્તૃત માહિતી આપી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.