નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો
ગામની મધ્યમાં આવેલ આ શાળામાં નવરાત્રી ઉત્સવ માટે ૫ દિવસ અગાઉથી જ સ્કૂલની દીકરીઓ દ્વારા નવરાત્રિ માહોલ માટે આમંત્રણ માટેના વિડિઓ બનાવીને વ્હોટ્સએપ,યુટ્યૂબ અને ફેસબુકના માધ્યમથી જાહેરાત કરવામાં આવી હતી.*
બાલિકાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમવા માટે આતુર હતી.ઘણી દીકરીઓ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને આવેલ હતી જેમાં ખોડિયાર,અંબા,બહુચર,મોગલ,દુર્ગા,કાલિકા જેવા માતાજીનાં વેશમાં અને માતાજીના શસ્ત્રો ધારણ કરીને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.ચણિયા ચોળી,ભરવાડી પહેરવેશ,સાડી,કેડિયું,બંડી,કોટી જેવા વિવિધ પહેરવેશ સાથે દીકરીઓ માતાજીના ગરબે રમ્યા અને આરાધના કરવામાં આવી.સૌ એ સાથે વિવિધ હીંચ,ત્રણ તાળી,દોઢિયું વગેરેની મોજ માણી હતી.*
સ્કૂલના તમામ શિક્ષકો નક્કી કરેલા વસ્ત્રોમાં સજ્જ થઈને દીકરીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરતી કરી હતી.કાર્યક્રમના અંતે શિક્ષકો દ્વારા તમામ દીકરીઓને જલેબી અને ચોળાફળીનું તિથિ ભોજન આપ્યું હતું.
આ કાર્યક્રમના કન્વીનર તરીકે શાળાના શિક્ષિકા બહેનો ભૂમિકાબેન અને અંજનાબેન હતા.તેઓના આયોજન મુજબ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.