શહેરા તાલુકાના લાભી ગામે આવેલી સિંચાઈ તળાવના વેસ્ટ વીયરની સાઈડ દિવાલ તુટી જતા વહી જતુ સગ્રહીત પાણી - At This Time

શહેરા તાલુકાના લાભી ગામે આવેલી સિંચાઈ તળાવના વેસ્ટ વીયરની સાઈડ દિવાલ તુટી જતા વહી જતુ સગ્રહીત પાણી


શહેરા,
પંચમહાલ જીલ્લામા ચોમાસાની આ સીઝનમાં સાર્વત્રિત મેઘમહેર થવા પામી છે. શહેરા તાલુકામા પણ સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે. વરસાદને કારણે ખાસ કરીને જળસ્ત્રોતોમા પાણીની ભારે આવક થવા પામી છે.શહેરા તાલુકાના લાભી ગામે આવેલા સિંચાઈ તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયુ છે. આ સિંચાઈ તળાવને છેડે બનાવામા આવેલા વેસ્ટ વીયરની પથ્થરની દિવાલ તુટી ગઈ છે. સાથે ઉપરના ભાગમા ખાડા પડી જવાને કારણે તળાવનુ સંગ્રહીત પાણી કોતરમા વહી જઈ રહ્યું છે. આ વહી જતુ પાણી બચાવા માટે તંત્ર દ્વારા ખાડાઓ પુરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. શહેરા તાલુકાનુ લાભી ગામે સિંચાઈ તળાવ આવેલુ છે. વેસ્ટ વીયરના ઉપરના ભાગમાં ખાડો પડી જવાથી તળાવનુ પાણી કોતરમા વહી જઈ રહ્યુ છે.વધુમા વેસ્ટ વીયરની પથ્થરની દિવાલ તુટી ગઈ છે. પાણી નિરર્થક વહી જાય છે, તેને વહેતુ અટકાવામા આવે. તળાવનુ ભરેલુ પાણી સીધુ ખાડામા જઈને કોતરમા વહી જઈ રહ્યુ છે.આથી જવાબદાર તંત્ર પાસે આ દિવાલનુ સમારકામ કરાવામા આવે તેવી માંગ કરાઈ રહી છે

રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.