દાહોદ જીલ્લાના આઈસીડીએસ શાખામાં આંગણવાડી કેન્દ્રના સુચારુ સંચાલન અને મોનીટરીંગ માટે સુપોષિત-દાહોદ યોજના. - At This Time

દાહોદ જીલ્લાના આઈસીડીએસ શાખામાં આંગણવાડી કેન્દ્રના સુચારુ સંચાલન અને મોનીટરીંગ માટે સુપોષિત-દાહોદ યોજના.


દાહોદ : દાહોદ જિલ્લાને સુપોષિત બનાવવા માટે, તમામ યોજનાનો લાભ લાભાર્થીઓને નિયમિતપણે, યોગ્ય ગુણવત્તા સભર તેમજ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સમયાંતરે નિરીક્ષણ અને મૂલ્યાંકન કરતા રહેવું ખુબ જરૂરી છે. આધુનિક યુગની નવી-નવી ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી આંગણવાડી કેન્દ્રોમાંથી અપાતી સેવાઓ વધુ સારી રીતે તમામ લાભાર્થીને મળે, લાભાર્થીના પોષણસ્તરમાં સુધારો થાય તેમજ યોજનાનું વધુ સારુ અમલીકરણ થાય તે માટે પ્રોજેકટ ‘’સુપોષિત દાહોદ’’ શરૂ કરવામાં આવેલ છે.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણની સુચનાનુસાર સુપોષિત દાહોદ યોજનાના ધ્યેયને સાકાર કરવા હેતુ સંકલિત બાળ વિકાસ યોજનાનું મોનીટરીંગ કરી તેને સુદ્રઢ બનાવવી તેમજ ગ્રામ્યસ્તરે વિવિધ યોજનાકીય સેવાઓનો લાભ આપી કુપોષણ દુર કરવું, યોજનાના ત્રિસ્તરીય માળખામાં આવેલ આંગણવાડી કાર્યકરનું ફોન તેમજ વિડીયો કોલ દ્વારા કામગીરીનું મોનીટરીંગ કરવું, આંગણવાડી કેન્દ્રમાં ચાલતી પોષણ સુધા, ગરમ નાસ્તો, પોષણ અભિયાન, પુરક પોષણ, દૂધ સંજીવની યોજના, પા પા પગલી વગેરે કાર્યક્રમોનું તેમજ આંગણવાડી કાર્યકરનું તેમજ તેડાગરની કામગીરીનું મોનીટરીંગ કરવું, આંગણવાડી કેન્દ્ર પર જે લાભ મળે તેની ગુણવત્તા અને પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તેની ચકાસણી કરવી વગેરે કામગીરી કરવામા આવશે.

સુપોષિત દાહોદ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર વિડિયો કોલ અને ફોટા મારફતે દૈનિક પ્રવૃતિઓનુ રિયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવે છે. આ માટે આંગણવાડી કેન્દ્ર, ઘટક અને જીલ્લા કક્ષાનું વોટસઅ૫ ગ્રુ૫ બનાવવામાં આવેલ છે. આંગણવાડી કેન્દ્ર ઉ૫રથી મંગાવવામાં આવેલ TIME STAMP વાળા ફોટા ઘ્વારા તારીખ, સ્થળ અને સમય મારફતે આંગણવાડી નિયમિત ખોલવાની સાથે લાભાર્થીઓને પુરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત મેનુ મુજબનો નાસ્તો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ વગેરે દૈનિક કામગીરીનુ મોનિટરીંગ કરવામાં આવે છે. ફોન દ્વારા લાભાર્થી વાલીને આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવા, THR પેકેટ વિતરણ, નાસ્તાની ગુણવતા અને ECCEની પ્રવૃતિઓ અંગે સંવાદ કરી આંગણવાડી કેન્દ્રની કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવે છે.

આંગણવાડી કાર્યકરોને ઘટક કક્ષાએથી ઓગષ્ટ-૨૦૨૩ થી અત્યાર સુઘીમાં ૭૭,૮૬૧ કોલ કરેલ છે. ઘટક કક્ષાએથી પુરક પોષણ, સ્વચ્છતાના અભાવ, બાળકોની હાજરી, દૂધ સંજીવનીનો લાભ, પોષણ સુધા યોજનાનો લાભ વિગેરે કામગીરીમાં અનિયમિતતા માટે ઓગષ્ટ-૨૦૨૩ થી અત્યાર સુઘીમાં ૧૨૨૩ આંગણવાડી કાર્યકર/તેડાગરને નોટીસ આપવામાં આવેલ છે. તેમજ ૪૦૪ આંગણવાડી કાર્યકર / તેડાગરની પગાર કપાત કરી રૂા.૨,૩૨,૪૬૪/- ની રીકવરી સરકારશ્રી સદરે જમા કરાવેલ છે.

આમ સુપોષિત દાહોદ યોજના દાહોદ જીલ્લાના આંગણવાડી કેન્દ્રની વિવિધ યોજનાનું કાર્યકર, મુખ્ય સેવિકા અને CDPO એમ ત્રિસ્તરીએ સુપરવિઝન અને મોનીટરીંગ કરી કામગીરીનું વિડીયોકોલ અને ફોટા દ્વારા મોનીટરીંગ કરી દરેક તબક્કે યોજના વધુ સુદ્રઢ બનવામાં સહકાર કરશે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.