ગઈકાલે મુનપુર કોલેજ માં KGC અંતર્ગત ફીનીશિંગ સ્કૂલ ની ટ્રેનિંગ ચાલુ કરવામાં આવી - At This Time

ગઈકાલે મુનપુર કોલેજ માં KGC અંતર્ગત ફીનીશિંગ સ્કૂલ ની ટ્રેનિંગ ચાલુ કરવામાં આવી


આજ તા. 12/09/2024 ને ગુરુવારના રોજથી અત્રેની કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને KCG સંચાલિત Finishing School Training : 2024-25 ની નવી બેચની ટ્રેનિંગનો પ્રારંભ અત્રેની કૉલેજના આચાર્ય ડૉ. એમ.કે. મહેતા સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી કરવામાં આવ્યો.

આજે પ્રથમ દિવસે સૌ પ્રથમ આ ટ્રેનિંગનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો. કાર્યક્રમના આરંભે કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ.કે.મહેતા સાહેબ અને વિદ્યાર્થીઓ દ્વારા Finishing School પ્રકલ્પના Prakshal Infotech Pvt.Ltd. માંથી Trainer તરીકે પધારેલ ઈમરાનભાઈ ઘાંચીનું વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

ત્યાર બાદ આ પ્રકલ્પના કોલેજ કક્ષાના કોઓર્ડિનેટર ડૉ. પરેશ પારેખે Finishing School ની આ ટ્રેનિંગની સમગ્ર રૂપરેખા રજૂ કરી તથા સરકારશ્રીના આ પ્રકલ્પનું મહત્ત્વ અને ઉપાદેયતા પણ પ્રસ્તુત કરી.

ત્યારબાદ કૉલેજના વિઝનરી આચાર્યશ્રી ડૉ.એમ.કે. મહેતા સાહેબે વિદ્યાર્થીઓને આ 20 દિવસીય અને 80 કલાકની મહત્વપૂર્ણ ટ્રેનિંગ માટે શુભેચ્છાઓ પ્રદાન કરી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને Finishing School પ્રકલ્પ અંગે સંક્ષિપ્તમાં પરંતુ સચોટ માહિતી આપી.

ત્યારબાદ Prakshal Infotech Pvt. Ltd. માંથી ટ્રેનર તરીકે પધારેલ શ્રી ઈમરાનભાઈ ઘાંચીએ વિદ્યાર્થીઓને Finishing School ના Life Skill & Employability અંતર્ગત પૂર્વનિયોજિત Schedule અનુસાર ટ્રેનિંગ આપવાનો મંગલારંભ કર્યો.

આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કૉલેજમાં તૃતીય અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા કુલ 45 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને સહભાગી બન્યા છે.
આ સમગ્ર ટ્રેનિંગ પ્રોગ્રામનું સંયોજન અને સંકલન ડૉ. પરેશ પારેખ, પ્રા. લક્ષ્મીબેન વસાવા અને ડૉ. પરેશ ચૌધરીએ કર્યું.

રિપોર્ટર -સર્જિત ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.