સંતરામપુર ખાતે ભરાતો રવાડીનો મેળો ચાલુ વર્ષ એ ન ભરાય તેવી ગામડાના આદિવાસી સમાજમાં ચાલતી લોક ચર્ચાઓ...* - At This Time

સંતરામપુર ખાતે ભરાતો રવાડીનો મેળો ચાલુ વર્ષ એ ન ભરાય તેવી ગામડાના આદિવાસી સમાજમાં ચાલતી લોક ચર્ચાઓ…*


*

વર્ષો વર્ષની જેમ સંતરામપુરના પ્રતાપપુરા ખાતે ભરાતો રવાડી ના મેળામાં આદિવાસી સંસ્કૃતિ જોવા મળતી હતી પરંતુ ચાલુ સાલે આદિવાસી સમાજમાં લોક ચર્ચાએ જોર પકડી છે કે પહેલાના જમાનામાં ભાદરવા સુદ પૂનમે ભરાતો મેળો જેમાં દિગંબર જૈન સમાજની લાકડાની અને ચાંદીની રવેડી ત્રણ દિવસ બહાર કાઢવામાં આવતી હતી તેને જોવા માટે ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા.

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર
આકર્ષણ રૂપ રવાડી ને જોવા ભેગા થતા લોકોને ધ્યાને લઈને જે તે વખતના નગર પંચાયતના જવાબદારોએ આને રવાડીનો મેળો એવું નામ આપીને પ્રજાને ભેગી કરવાનું કામ કરીને આવક મેળવવાનું સાધન ઊભું કરી દીધું હતું પરંતુ સવિસ્તારથી અને ઊંડાણપૂર્વક જોવામાં આવે તો આદિવાસી સંસ્કૃતિને ભાદરવા સુદ પૂનમ એ ભરાતો રવાડી ના મેળા સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર દિગંબર જૈન લોકોના તહેવારની રવાડીને જોવા માટે આદિવાસી લોકો ગામડામાંથી ભેગા થતા અને એને રવાડીનો મેળો એવું નામ આપી દેવામાં આવ્યું છે.

વાત કરવામાં આવે આદિવાસી ભાતીગળ સંસ્કૃતિની ધરોહર ની તો હાલમાં એજ્યુકેશનમાં અને શિક્ષણમાં આગળ વધી ગયેલા નવયુવાનોનું કહેવું છે કે આદિવાસી ભાતીગળ સંસ્કૃતિનો જો મેળો ભરવો હોય તો સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ઉપર બેઠેલા ગોવિંદ ગુરુના સ્થાનક ઉપર મેળો ભરવામાં આવે તો એને મેળો ભરાયો એવું કહેવાય.

સમગ્ર આદિવાસી સમૂહમાં ચાલતી લોક ચર્ચા મુજબ આવનારા દિવસમાં દિગંબર જૈન લોકોની રવાડી કાઢીને લોકો ભેગું કરવાનું જે કામ હતું અને તેમાં બહારથી આવતા લોકો દુકાનો સ્ટોલ વાળાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે જે કોઈપણ અંશે વ્યાજબી ન ગણાય!!??

સંતરામપુર નગરપાલિકા દ્વારા પણ મેળામાં આવતી પ્રજા માટે કોઈપણ પ્રકારની સફાઈની, પાણીની, બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી તો ચાલુ સાલે માનગઢ ધામ ઉપર આદિવાસી સમુદાય દ્વારા લોક સાંસ્કૃતિક આદિવાસી સંસ્કૃતિ અને ભાતીગળ મેળો ભરાય અને સરકાર એ મેળામાં બધી સુવધાઓ પૂરી પાડે એવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.