અમરેલી જિલ્લામાં દેશભક્તિના રંગો : અમરેલી એસ.ટી. ના તમામ ડેપોમાં તિરંગાઓનું વિતરણ, ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં ચલાળામાં ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ
અમરેલી જિલ્લામાં દેશભક્તિના રંગો : અમરેલી એસ.ટી. ના તમામ ડેપોમાં તિરંગાઓનું વિતરણ, ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં ચલાળામાં ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ
અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. વિશિષ્ટ પહેલના ભાગરુપે અમરેલી એસ.ટી. સંચાલિત તમામ ૦૭ એસ.ટી. ડેપોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિવારે એસ.ટી.ના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ દ્વારા બસમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ચલાળા નગરપાલિકા દ્વારા ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ તિરંગા યાત્રામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. નગરજનોએ સેલ્ફી સ્ટેન્ડ પર સેલ્ફી ક્લિક કરાવી હતી અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શપથ લીધા હતા.
તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લાની વિવિધ શાળામાં વિદ્યાર્થીઓએ તિરંગાના ઈતિહાસને ચિત્રોમાં દર્શાવ્યો હતો. ચિત્ર સ્પર્ધા અંતર્ગત તિરંગાના ઈતિહાસના ચિત્રો દોરી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો. હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લામાં તા.૧૫ ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે. તા.૧૪ ઓગસ્ટના રોજ અમરેલી ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી થશે, જેમાં નાગરિકોને જોડાવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.