રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ૨૦મી જુલાઈએ યોજાશે - At This Time

રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ૨૦મી જુલાઈએ યોજાશે


રાજકોટ તા. ૧૯ જુલાઈ - જિલ્લાના કલેકટર શ્રી પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૦ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના મુખ્ય સભાખંડમાં ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. બેઠકમાં ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ પ્રોટોકોલ મામલતદાર શ્રી રાજકોટની યાદીમાં જણાવ્યું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.