સાબરકાંઠામાં તમામ શાળાઓના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતાવાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત - At This Time

સાબરકાંઠામાં તમામ શાળાઓના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતાવાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત


સાબરકાંઠામાં તમામ શાળાઓના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતાવાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત

આબીદઅલી ભુરા સાબરકાંઠા

સાબરકાઠા જિલ્લામાં સ્કુલના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ (પીળી નંબર પ્લેટવાળા) હોવા જરૂરી છે.આ ઉપરાંત વાહનના માન્ય દસ્તાવેજો તરીકે RC, પરમીટ, વાહનનો વીમો, પી.યુ.સી તથા ફિટનેસ સર્ટીફિકેટ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ જરૂરી છે.વધુમાં જણાવવાનું કે વાહનના ચાલક અધિકૃત ડ્રાયવિંગ લાયસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ જરૂરી છે.તથા સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટોરીક્ષા વાહનમાં જો અધિકૃત CNG કે LPG કીટ કરાવેલ હોય તો વાહનના CNG કે LPG ટેન્કનું Gas cylinder Rules-2016 ના નિયમ-૩૫ તથા IS:15975 ની હાલની જોગવાઈ મુજબ CNG વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ૦3 વર્ષ તેમજ LPG વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ૦૫ વર્ષ હાઈડ્રો ટેસ્ટ નિયમિત કરાવવી જરૂરી છે.શાળાના બાળકોના હિતમાં જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. સ્કુલના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે મે.વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ધ્વારા કરવામાં આવેલ પરિપત્રના વિસ્તૃત સુચનો https://bit.ly/rto-noti પર જોવા વિનંતી છે.એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.