અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા દ્વારા જનસંપર્ક યાત્રા આયોજિત કરવામાં આવી હતી - At This Time

અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા દ્વારા જનસંપર્ક યાત્રા આયોજિત કરવામાં આવી હતી


ભાજપે અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી દિનેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા હતા.એ દરમિયાન ખાનપુર ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ભાજપ કાર્યકરોએ દિનેશભાઈનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમણે ઉમેદવારને ખભા પર બેસાડીને નારાબાજી કરી હતી.

આવો જાણીએ આપણે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા વિશે

અમદાવાદ પશ્ચિમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ કોદરભાઈ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે બીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. વ્યવસાય એડવોકેટ એવા દિનેશભાઈ અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા છે. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. તેઓ હાલમાં નરોડામાં હરિદ્વાર સોસાયટીમાં વસવાટ કરે છે.

દિનેશભાઈ 1987 થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. વર્ષ 1991થી 95 સુધી અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. વર્ષ 1995 થી સતત 20 વર્ષ સુધી સૈજપુર બોઘા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1998 થી 99 દરમિયાન એએમસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પણ બન્યા હતા. 1999થી 2000 સુધી એએમસી લીગલ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2000 થી 2003 સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા. વર્ષ 2005 થી 2008 અને 2018 થી 2020 સુધી બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી હતી. તે ઉપરાંત વર્ષ 2013 થી 2021 સુધી કર્ણાવતી મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા.વર્ષ 2016 થી 2020 સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ સંચાલિત હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ ના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા. હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા તરીકે ફરજ બજાવે છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ વિશે એટલા માટે વાત કરવામાં આવી છે કે આજે તેમણે જનસંપર્ક રેલી આયોજિત કરી હતી.દિનેશભાઈ મકવાણા ની સાથે પૂર્વ ભાજપના ઉમેદવાર ભૂષણભાઈ ભટ્ટ પણ ખભે થી ખભો મિલાવીને સહકાર આપી રહ્યા છે.તેઓ એ પણ આ જનસંપર્ક યાત્રામાં દિનેશભાઈ મકવાણા સાથે હાજર રહ્યા હતા.

આ જનસંપર્ક યાત્રા જમાલપુર વોર્ડમાં આવેલ જગન્નાથ મંદિરની સામે આવેલ મહાકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવી શરુ કરવામાં આવી હતી.મહાકાળી માતાજી નાં દર્શન કર્યા બાદ મીડિયા દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ ઓપન જીપમાં દિનેશભાઈ મકવાણા સાથે ભૂષણ ભાઈ ભટ્ટ અને અમૂક કાર્યકર્તાઓ ઉભા રહી સ્થાનિકો ને ભાજપને વોટ આપવા જણાવ્યું હતું.

આ જનસંપર્ક યાત્રા નાં રૂટની વાત કરીએ જમાલપુર જગન્નાથ મંદિરેથી શરૂ કરી હતી ત્યારબાદ ગાયકવાડ હવેલી,ભાગવત ચોક, ગાંધી ચોક, ખમાસા ચાર રસ્તા, રાયખડ, વિજળી ઘર, મિરઝાપુર, કુરેશ હોલ,ભરડિયા વાસ, ખાનપુર ચકલા,ભિલવાસ, રોયલ એપાર્ટમેન્ટ થી પસાર કરવામાં આવી હતી જેની પૂર્ણાહુતિ ખાનપુર ખાતે આવેલ ભાજપ કાર્યાલયે કરવામાં આવી હતી.

આ જન સંપર્ક યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ભાગ લીધો હતો અને જય શ્રી રામનાં નારા અને મોદીજીના નારા લગાવ્યા હતા.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.