મેંદરડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહીત સમગ્ર પંથકમાં હનુમાન જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર પંથક માં ધામધૂમ પૂર્વક હનુમાન જયંતી ની ઉજવણી કરવામાં આવેલ
હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો સાથો સાથ સુંદરકાંડ, હોમાત્વક યજ્ઞ,અભિષેક,મહા આરતી,અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સમૂહ પ્રસાદીનો લાભ લીધો રાત્રે અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા
શહેરની જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે બિરાજમાન હનુમાન દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક સમિતિ,બજરંગ દળ,વિશ્વ હિન્દુ પરિષદ સહિતની વિવિધસંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી.તેમજ ભરવાડ શેરીમાં બિરાજમાન પંચમુખી હનુમાન દાદા ના મંદિરે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિંદુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળેલા હતા વિધિવત હોમાત્મક યજ્ઞ વિધિ સહીત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
જ્યારે હવેલી શેરીમાં સ્વ.ડો. દિનેશભાઈ કુબાવત પરિવાર દ્વારા ચોથી પેઢીથી આશરે ૧૫૦ વર્ષ જૂના બુઢીયા હનુમાન,મોટા હનુમાન અને મોટા રામજી મંદિર ની સેવાપૂજા હાલ માર્મિક ભાઈ કુબાવત દ્વારા કરવામાં આવી રહી છે આ મંદિરે પણ દર વર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાવિકોએ ભજન,ભોજન અને દર્શન નો લાભ લીધો હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.